કુરંગા ની RSPL કંપનીમાં નમુના લેવા પહોચ્યું પ્રદુષણ બોર્ડ..

હવે રીપોર્ટની રાહ...

કુરંગા ની RSPL કંપનીમાં નમુના લેવા પહોચ્યું પ્રદુષણ બોર્ડ..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જીલ્લાના કુરંગા નજીક આવેલ RSPL  ઘડી કંપની દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યાની આસપાસના સ્થાનિક ખેડૂતોની ફરિયાદ ને આધારે આજે સતત બીજી વખત જીપીસીબી ના જામનગરના અધિકારી સુત્રેજા સહિતની ટીમ સેમ્પલો લેવા માટે પહોચી હતી,આ અંગે જયારે પ્રાદેશિક અધિકારી સુત્રેજા પાસેથી ટેલીફોનીક માહિતી મેળવવામા આવી ત્યારે સુત્રેજાએ કહ્યું કે..

RSPL કંપની આસપાસના બે થી ત્રણ જેટલા ખેડૂતો દ્વારા અમોને કંપની સામે પ્રદુષણ ફેલાવતી હોવાના આક્ષેપવાળી ફરિયાદ મળી હતી કે કંપનીના કારણે પ્રદુષણનો આ ખેડૂતો સામનો કરી રહ્યા હોય આજે અમે ટીમ સાથે ખેડૂતોની જમીન,અને તેવોના કુવાના પાણીના સેમ્પલ એકત્ર કરવા ઉપરાંત જે કંપની સામે ખેડૂતોની ફરિયાદ છે તે કંપનીના હવાના સેમ્પલો લઇ તેનું પૃથક્કરણ કર્યા બાદ જરૂરી પગલાઓ લેવાશે તેમ તેવોએ કહ્યું.