નજીવી તકરારમાં પોલીસકર્મીની હત્યા

બે પોલીસમેન જમવા માટે ગયા હતા, ત્યાં આવી ગેંગ 

નજીવી તકરારમાં પોલીસકર્મીની હત્યા

Mysamachar.in-અમદાવાદ:

લોકોની રક્ષા કરતા પોલીસકર્મીઓની પોતાની સુરક્ષા કેવી હશે....તે અમદાવાદમાં સામે આવ્યું છે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાત્રે જમવા ગયેલાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર ચાઈના ગેંગ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઘાતકી હત્યા નિપજાવવાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે, શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા અને પૂર્વ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવીન્દ્ર પોતાના મિત્ર ધવલ સોલંકી સાથે સાંજે સાત વાગ્યે ના અરસામાં ચમનપુરામાં રૈન બસેરા નજીક જમવા માટે ગયા હતા. ત્યાં જાણીતી ચાઈના ગેંગના સભ્યો આવી ચઢ્યા હતા અને “તું મને ઓળખે છે” તેમ કહી ચારથી પાંચ જેટલાં શખ્સોએ બંને પર અચાનક થી  હુમલો કરી દીધો હતો.

મૃતક રવીન્દ્રના દોસ્ત ધવલ સોલંકીને ચાઈના ગેંગ દ્વારા 3 ઘા મારવામાં આવ્યા હતા. પણ તે ભાગી જતાં બચી ગયો હતો. પણ રવીન્દ્એ  હાલમાં જ ઓપરેશન કરાવ્યું હોવાને કારણે તે દોડી શક્યો ન હતો. અને ગેંગના સભ્યો દ્વારા તેને 7-8 ઘા મારી દઈ તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.