પોલીસ હવે આરોપીઓના જાહેરમાં નહીં કાઢી શકે સરઘસ

હાઈકોર્ટે કર્યા આદેશ

પોલીસ હવે આરોપીઓના જાહેરમાં નહીં કાઢી શકે સરઘસ

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ દ્વારા આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢવા મામલે એક વર્ષ પહેલા જાહેરહિતની અરજી બાદ આજે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા સહિતની કાર્યવાહી કરનાર સામે પગલાં લેવા રાજ્ય સરકારને આદેશ કરીને કાર્યવાહી કરવા નિર્દેશો આપ્યા છે,

એક અહેવાલ મુજબ હાઇકોર્ટમા ૨૦૧૮માં પોલીસ દ્વારા જાહેરમાં આરોપીઓને સરઘસ કાઢીને કુકડા કરવા ઉઠક-બેઠક કરાવી વગેરે મામલે જાહેરહિતની અરજીનો આજે નિકાલ આવ્યો છે,જેમાં સરકારે ખાતરી આપી છે કે કાયદાને હાથમાં લેનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવા ૧૦ કેસો સામે આવ્યા હોય ખાતાકીય તપાસ ઉપરાંત કારણદર્શક નોટિસ ફટકારીને ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે,આમ હવે હાઇકોર્ટના આદેશના પગલે પોલીસ આરોપીઓનું જાહેરમાં દોરડે બાંધીને સરઘસ કાઢવું, ઉઠકબેઠક કરાવવી, જાહેરમાં માર મારવો સહિતની અપમાનજનક કાર્યવાહી કરી શકશે નહીં.