પોલીસના વાહનોમાં લાગશે GPS સિસ્ટમ:CM

ક્રાઈમ કોન્ફરન્સ મા સીએમની સુચના

પોલીસના વાહનોમાં લાગશે GPS  સિસ્ટમ:CM

mysamachar.in-ગાંધીનગર:

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની  ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસના વાહનોમાં GPS સિસ્ટમ લગાડવાનો મહત્વનો આદેશ કરીને સૂચના આપવામાં આવેલ છે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષ સ્થાને અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવેલ હતી,જેમાં GPS સિસ્ટમને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,ગુજરાતમાં પોલીસ વાહનોમાં GPS સિસ્ટમના અભાવે પોલીસના વાહનોનું યોગ્ય મોનીટરીંગ થઈ શકતું નથી અને સિસ્ટમ ટાઈમ નું મોનીટરીંગ કરવાના અભિગમ સાથે રાજ્યના દરેક પોલીસ વાહનોમાં GPS સિસ્ટમ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,

મુખ્યમંત્રીની આ ક્રાઇમ કોન્ફરન્સમા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના આપ્યા બાદ અમલવારી માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાને આદેશ કરવામાં આવ્યો છે