બહાનું આપ્યું ટુથબ્રશનું અને નીકળી પાણીપુરી 

જો થઇ છે, બહાનાઓ આપવામાં પણ ધ્યાન રાખવી 

બહાનું આપ્યું ટુથબ્રશનું અને નીકળી પાણીપુરી 

Mysamachar.in-રાજકોટ

લોકડાઉનના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે પહેલા તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ લોકો જુદા જુદા બહાનાંઓ કાઢીને બહાર નીકળે છે, અને પોલીસની ઝપટે ચઢી જાય છે, આવું બન્યું રાજકોટમાં...રાજકોટમાં પોલીસ રાબેતામુજબ વાહનો ચેકિંગ કરી રહ્યા હતા  ત્યારે વેપારી અમૃતભાઇ ગધેમ એસ્ટ્રોન ચોક નજીકથી  સ્કૂટર પર પસાર થઇ રહ્યા હતા. પીએસઆઇ સ્કૂટર રોકી પૂછપરછ કરતા બાળકો માટે ટૂથબ્રશ લેવા નીકળ્યાનું કહ્યું હતું. જો કે, પોલીસે ડેકી ખોલતા જ વેપારીની ખોટી વાતનો ભાંડો ફૂટી ગયો હતો. ડેકી ખોલતા જ અંદરથી પાણીપૂરીની પૂરીની કોથળીઓ મળી આવી હતી. પોલીસે પાણીપૂરી લેવા ગયા હતા? તેમ પૂછતા જ વેપારીએ કહ્યું હતું કે, સાહેબ ઘરના લોકો કહે તો શું કરવું? જે બાદ લોકડાઉન જાહેરનામાં સંદર્ભે પોલીસે વેપારી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વાહન ડીટેઈન કરવાની કાર્યવાહી કરી હતી.