થેલીમાં માથા વગર અને 100થી વધુ કટકા કરેલી લાશનો ભેદ ઉકેલાયો

ભાગીદાર જ નીકળ્યો હત્યારો

થેલીમાં માથા વગર અને 100થી વધુ કટકા કરેલી લાશનો ભેદ ઉકેલાયો
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

થોડા સમય પહેલા જ અમદાવાદમાં અસલાલી-હાથીજણ રોડ પર બે પ્લાસ્ટિકની થેલીમાં માથા વગર અને 100 જેટલા કટકા કરેલી લાશ મળવાના કેસને પોલીસે ગણતરીની કલાકોજમાં જ ઉકેલી લીધો છે. સમગ્ર મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મૃતક યુવકની પહેલા ગળું દબાવી હત્યા કરવામાં આવી ત્યારબાદ ત્રણ કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના 100થી વધારે કટકા કરી બે પ્લાસ્ટિકની કોથળીમાં ભરી સર્વિસ રોડ પર ફેંકવામાં આવી હતી. ચાની કીટલી પર અત્યંત દુર્ઘંધ મારતી વસ્તુ પડ્યાની જાણ થતા જ અસલાલી પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસ કરતાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરી તો આ મૃતદેહ સાકીર શેખ નામના યુવકનો હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ પોલીસને એક રિક્ષા પર શંકા જતા રિક્ષા ચાલકની અટકાયત કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ગોમતીપુરના મતબુલ શેખ નામના યુવકે 300 રૂપિયા આપી બે પ્લાસ્ટિકની થેલી અસલાલી સુધી લાવવાનું કહ્યું હતું. બાદમાં પોલીસે મતબુલને પકડવા માટે શોધખોળ હાથ ધરતા લોકેશન ઉત્તરપ્રદેશ મળ્યું જ્યાંથી મતબુલની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો. અહીં સઘન પૂછપરછમાં મતબુલે સ્વીકાર્યું કે આ હત્યા તેણે જ કરી છે. મતબુલ મૃતક સાકીર શેખનો ભાગીદાર હતો અને 12 લાખની લેતી મામલે ઠંડા કલેજે હત્યા કરી હતી.