Mysamachar.in-જામનગર
આમ તો સૌરાષ્ટ્ર આખામાં પાન-માવાની જેમ ગાંઠીયાની દુકાનો ગલીએ ગલીએ હશે, અને સૌરાષ્ટ્રની પ્રજાને ખાણીપીણીની શોખીન માનવામાં આવે છે, એવામાં જો વાત જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાની કરીએ તો આ વિસ્તારને અને ગાંઠિયાને જુનો સબંધ છે, આ વિસ્તારના ગાંઠિયા અને ચિપ્સ ખુબ જ વખણાય છે, પણ હાલ લોકડાઉનને કારણે ઘાણવા પડતા નથી, ત્યારે ગઈકાલે જામજોધપુરમાં મિત્રોએ વાડીએ ગાંઠિયાનો પ્રોગ્રામ તો નક્કી કર્યો પણ પોલીસ મોર બોલાવવા પહોચી ગઈ….
જામજોધપુરના ઘેલડા ગામની સીમમાં ડાયાભાઇ માલદેભાઈની વાડીમાં પાર્ટી ચાલી રહ્યાનો ફોન જામનગર કંટ્રોલરૂમને મળ્યા બાદ જામજોધપુર પોલીસને વર્ધી આપવામાં આવતા પોલીસ સ્થળ પર પહોચી તો ત્યાં ગાંઠીયા પાર્ટી ચાલી રહી હતી, પોલીસે સ્થળ પરથી ગાંઠિયા બનાવનાર સહીત 10 સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધ્યો છે.જે લોકો ગાંઠીયા પાર્ટીમાં હતા હતા તેના નામો આ પ્રમાણે છે.
-કમલેશ ડાયાભાઇ કારેણા
-ખીમા માલદેભાઇ કારેણા
-હરેશ કરશનભાઇ કારેણા
-ગીતેશ વશરામભાઇ કારેણા
-દીનેશ ગોવાભાઇ કારેણા
-હીરેન વશરામભાઇ કારેણા
-હરેશ નથુભાઇ કારેણા
-મહેશ કાનાભાઇ પીપરોતર
-શૈલેશ કારાભાઇ પીપરોતર
-રાહુલ વીરાભાઇ બગડા