હાઇપ્રોફાઇલ જુગાર પર પોલીસનો દરોડો,લાખોની થતી હતી હારજીત

૧૧ શખ્સો ઝડપાયા

હાઇપ્રોફાઇલ જુગાર પર પોલીસનો દરોડો,લાખોની થતી હતી હારજીત

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતના મેટ્રો સીટી અમદાવાદ નજીક હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસે દરોડા પાડીને ૧.૫૦ કરોડના મુદ્દામાલ સાથે ૧૧ શખ્સોને ઝડપી લેવામાં આવતા એક કરોડ ઉપરનો જુગારધામ બહાર આવતા ચકચાર જાગી છે,

આ હાઇપ્રોફાઇલ જુગારધામની મળતી વિગત મુજબ અમદાવાદ નજીક સનાથલ વિસ્તારમાં આવેલ ગોકુલધામ પ્લોટ નં.૧૫૮ના બંગલામાં પોકર નામનો લાખોનો નહીં પરંતુ કરોડમાં ખેલાતો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે દરોડા પાડીને પોકર નામનો જુગાર રમતા ૧૧ શખ્સોને ઝડપી પાડ્યા છે,

પોલીસે જુગારના દરોડા દરમ્યાન ૧ કરોડ ઉપરની રોકડ સહિત મોંઘીદાટ કાર મળીને કુલ ૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા સનસનાટી પ્રસરી જવા પામી છે,

વધુમાં અમદાવાદના સનાથલ વિસ્તારમાં હાઇપ્રોફાઇલ પોકર નામનો જુગાર રમવા માટે ૪૦ હજારના ભાડે બંગલો ભાડે રાખવામા આવ્યો હતો અને બંગલામાં નાસ્તા-જમવા સહિતની સુવિધા ખેલૈયાઑ માટે ઊભી કરવામાં આવી હતી,

પોલીસે આ જુગારધામમાંથી મુખ્ય સૂત્રધાર સંજય સહિત ૧૧ શખ્સોને ઝડપી લઈને હાલ ૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.