જામનગરમાં થી વધુ એક ક્રિકેટના સટ્ટા પર પોલીસ નો દરોડો...

ગઈકાલે પણ ઝડપાયો હતો ડબ્બો..

જામનગરમાં થી વધુ એક ક્રિકેટના સટ્ટા પર પોલીસ નો દરોડો...

mysamachar.in-જામનગર

જામનગર ના ગાંધીનગર વિસ્તારમાં રહેણાક મકાનમાં ક્રિકેટનો સટ્ટો ચલાવી રહેલા એક શખ્સને હજુ તો ગઈકાલે જ એલસીબી એ ઝડપી પાડ્યા હતો ત્યાં જ વધુ એક ક્રિકેટ ના સટ્ટા પર પોલીસે દરોડો પાડીને એક શખ્સને ઝડપી પાડ્યો છે,

સીટી એ ડીવીઝન પોલીસે કરેલ આ દરોડાની મળતી વિગતો મુજબ સીટી એ ડી સ્ટાફના ફિરોઝ ખફી,શિવભદ્રસિંહ જાડેજા,અને યોગરાજસિંહ રાણા ને મળેલ બાતમીના આધારે દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૨ મા ભગવતી કૃપા નામના મકાનમાં મકાનમાલિક વિજય પ્રાગજીભાઈ નંદા નામનો શખ્સ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર ગ્રાહકોના રનફેર,મેચની હારજીત,સેશન પર દાવ લગાડી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગારનો અખાડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે,

પોલીસે તેના કબજામાં થી ટીવી.લેપટોપ,મોબાઈલ રોકડ રૂપિયા સહીત કુલ ૧૮૩૦૦ ના મુદામાલ સાથે વિજય નંદા ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.