પટેલકોલોનીમાં વેપારીઓની જામેલી મહેફિલ પર પોલીસનો દરોડો..

મહેફિલમાં થી પોલીસને શું લાગ્યું હાથ...

પટેલકોલોનીમાં વેપારીઓની જામેલી મહેફિલ પર પોલીસનો દરોડો..
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

શહેર ના પટેલકોલોની વિસ્તારમાં એક મકાનમાં દારુની મહેફિલ જામી હોવાની માહિતી પરથી પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડતા ૩ વેપારી,એક દલાલ સહીત પાંચ ને પોલીસે ઝડપી પાડ્યા છે,

શહેરના પટેલકોલોની આનંદબાગ નજીક વેપારી ચેતન રમણીકલાલ મજીઠીયા નામના વેપારીના ઘરે પોલીસે દરોડો પાડીને ચેતન ઉપરાંત વેપારી ચંદ્રકાંત જીવાભાઈ પરસાણીયા,વેપારી પંકજ રતિલાલ ભૂત,ઠેબાના ખેડૂત વિજયભાઈ હીરાભાઈ વડાલિયા,અને મકાન લે-વેચ ના ધંધા સાથે સંકળાયેલા ધીરેન નગીનભાઈ જાવિયા ને દારૂની મહેફિલમાં થી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.

સ્થળ પરથી માત્ર ૧૦૦ એમ.એલ.દારૂ જ મળ્યો!
જે સ્થળ પર પોલીસે રેઇડ કરી તે સ્થળ પરથી પાંચેય શખ્સોના કબજામાં થી કુલ મળીને ભારતીય બનાવટનો માત્ર ૧૦૦ મિલી જ ઈંગ્લીશ દારૂ મળી આવતા આશ્ચર્ય સર્જાયું છે..જયારે અન્ય કોઈ મુદામાલ પણ પોલીસને મળી આવ્યો નહોતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.