જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો...

જાણો કેટલા જુગારીઓ અને કેટલો મુદામાલ..

જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો...

Mysamachar.in-વડોદરા:

વધુ એક વખત થયો છે, જીમખાનાની આડમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ..વડોદરા શહેરનાં કારેલીબાગ વિસ્તારમાં રૂબી જીમખાનામાંથી ગત મોડી રાતે ક્રાઇમ બ્રાંચે 50 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યાં છે.પોલીસે સ્થળ પરથી માતબર કહી શકાય તેટલો  20 બાઇક, 5 કાર અને 3.50 લાખ રોકડ અને અંદાજે  ૪૦  લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, પોલીસ પાસે એવી ખાનગીમાં માહિતી મળતી હતી કે આ જીમખાનામાં જુગારધામ ચાલે છે. અને તેના પર કેટલાય સમયથી વોચ રાખવામાં આવ્યા બાદ ગતરાત્રીના ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જાણવા એવું પણ મળે છે કે આ જીમખાનામાં માત્ર વડોદરા નહીં પરંતુ અમદાવાદ, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લાનાં લોકો જુગાર રમવા આવતા હતાં.