ખંભાળિયા:હર્ષદપુર ગામમાં જુગારના અખાડા પર પોલીસનો દરોડો..

લાખોનો મુદામાલ જપ્ત...

ખંભાળિયા:હર્ષદપુર ગામમાં જુગારના અખાડા પર પોલીસનો દરોડો..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયામાં જ્યારથી પોલીસ ઇન્સ્પેકટર તરીકે એ.બી.જાડેજા એ ચાર્જ સંભાળ્યો છે,.ત્યારથી તેવો દારૂ જુગાર સહિતની બદીઓ ને ડામવા સતત કાર્યરત છે..ત્યારે આજે એસ.પી રોહન આનંદની સૂચનાથી એક મોટું જુગારધામ ઝડપી પાડવામાં ખંભાળિયા પોલીસને સફળતા મળી છે..

હર્ષદપુર ગામની સીમમાં ગોવિંદ ચાવડા નામનો વ્યક્તિ તેના ભાઈની વાડીમાં તીનપતીનો જુગારનો અખાડો ચલાવતો હોય પોલીસે ત્યાં રેઇડ કરી ગોવિંદ ચાવડા,સુરેશ રાઠોડ,ભાયા ભાટુ, ડાડુભાઈ ભાટુ,રહીમ અલુ વસિયા ને રોકડા રૂપિયા ૧.૫૬,૫૦૦, ૫ મોબાઈલ,૩ કાર,મળી કુલ રૂપિયા ૨૫,૩૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.