ફાર્મ હાઉસમાં ચાલતી હતી મહેફિલ અને પોલીસ પ્રગટ થઇ...

લકઝરી ગાડીઓ સહિતનો મુદામાલ જપ્ત

ફાર્મ હાઉસમાં ચાલતી હતી મહેફિલ  અને પોલીસ પ્રગટ થઇ...

Mysamachar.in-ગાંધીનગર:

ગાંધીનગર  લોકલ ક્રાઇમ બ્રાંચે ગતરાત્રીના ગાંધીનગર જિલ્લાનાં દશેલા ગામ નજીક આવેલ માધવ ફાર્મ હાઉસમાં દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા ૯  યુવકો અને ૫ યુવતીઓને ઝડપી પાડ્યાં છે,  ચોકસ બાતમીના આધારે ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડતા પોલીસને ઘટના સ્થળેથી ૩ વિદેશી દારૂની બોટલો મળી આવી છે, બર્થડે પાર્ટી મનાવી રહેલ ૯ યુવક અને ૫ યુવતીઓ એન્જિનિયરિંગ અને સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે, અને અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં વસવાટ કરે છે, પોલીસે સ્થળ પરથી  6 લકઝુરિયસ કાર પણ જપ્ત કરી છે, જેમાં બે મર્સિડીઝ, બે ક્રેટા એક ઇનોવા અને એક વરના કારનો સમાવેશ થાય છે.