'મારી હસ્તી રમતી પરી' વોટ્સએપનું સ્ટેટસ મૂકી પોલીસકર્મીનો આપઘાત

પ્રેમ પ્રકરણની શંકા

'મારી હસ્તી રમતી પરી' વોટ્સએપનું સ્ટેટસ મૂકી પોલીસકર્મીનો આપઘાત

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટમાં એક પોલીસકર્મીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી આશિષ દવેએ અગમ્ય કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીના આપઘાત પાછળ સ્ત્રી પાત્ર જવાબદાર છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક આશિષે આપઘાત પહેલા પોતાના વોટ્સએપમાં સ્ટેટસ પણ મૂક્યું હતું જેમાં એક ગીત અને એક મેસેજ પણ શેર કર્યાં હતાં. એક મેસેજની નીચે લખ્યું છે કે, 'મારી હસ્તી રમતી પરી' જ્યારે બીજા મેસેજની નીચે અંગ્રેજીમાં લખ્યું છે કે, 'only 4 my angel'. વોટ્સએપ સ્ટેટસને જોઇને પણ લાગે છે કે, કોઇ મહિલાની વાત કરી રહ્યાં છે. પરંતુ સાચી હકીકત વધુ તપાસ બાદ જ બહાર આવશે. બીજી બાજુ પોલીસકર્મીના આપઘાત બાદ પરિવારમાં આક્રંદ છવાયો છે.