સીન વિખાયા, બુલેટમાં ફટાકડા ફોડતા 25 બુલેટ પોલીસ સ્ટેશન પહોચ્યા 

રાજ્યના આ શહેરમાં થઇ છે કાર્યવાહી 

સીન વિખાયા, બુલેટમાં ફટાકડા ફોડતા 25 બુલેટ પોલીસ સ્ટેશન પહોચ્યા 

Mysamachar.in-મોરબી:

હાથમાં બુલેટ આવે એટલે કેટલાય લવરમુછીયાઓ સીનકા મારવા નીકળે પડે અમુક તો એ હદે ત્રાસ ફેલાવે છે કે બુલેટમાં ચોક્કસ પ્રકારે ફટાકડા મૂકી અને તે ફટાકડા ફોડે ત્યારે લોકોને પરેશાની થાય છે જેના પર મોરબી પોલીસે તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે, મોરબીમાં છેલ્લા ઘણા સમયથી શહેરના કોઈ પણ માર્ગ પર જતાં કોઈને કોઈ બુલેટમાં વિસ્ફોટક અવાજ કરતા સાઇલેન્સરો ધરાવતા બુલેટ જોવા મળતા હતા અને પોલીસને પણ આ બાબતે અનેક ફરિયાદો મળી હતી.અને અંતે મોરબી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 25 બુલેટને પોલીસ સ્ટેશન ભેગી કરી દીધી છે,

મોરબી એ ડિવિઝન પોલીસ ,બી ડિવિઝન પોલીસ અને એસઓજી દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરીને શહેરમાંથી ૨૫ જેટલાં બુલેટ જપ્ત કરવામાં આવ્યા હતા  અને બુલેટમાં ફટાકડા ફોડવાના શોખીન સીનકા નાખતા તત્વોનું સુરસુરીયું કરી નાખ્યું હતું જેથી આવા બુલેટ માં મોડિફાઇડ સાઇલેન્સરો ફિટ કરીને લોકોને ત્રાસ આપતા અને સીન જમાવતા તત્વો હાલમાં પોતાના બુલેટ ઘરે મૂકીને બીજા બાઇકમાં નીકળવાનું પસંદ કરી રહ્યા છે અને મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમા હજુ પણ આ ચેકીંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને આ રીતે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.