પોલીસે ચેક કરી ટુરિસ્ટ બસને અને અંદર ચોરખાનામાંથી નીકળ્યો દારૂનો જથ્થો

બસમાં કેવી રીતે બનાવ્યા હતા ચોરખાના તે પણ જાણો

પોલીસે ચેક કરી ટુરિસ્ટ બસને અને અંદર ચોરખાનામાંથી નીકળ્યો દારૂનો જથ્થો

Mysamachar.in-ભાવનગર

ભાવનગર RR સેલના સ્ટાફને મળેલી બાતમીના અમદાવાદ-ભાવનગર માર્ગ પર ભડભીડ ગામના પાટીયા પાસેથી ટુરીસ્ટ ટ્રાવેલર મીની બસ પોલીસે રોકાવી બસની તલાશી લેતા બસની છત તથા બસની બંન્ને સાઇડના અંદરના ભાગમાં ચોરખાનું જોવા મળ્યું હતું. જેમાં દારુની 90 પેટી કિમંત.રૂ. 4,05,000 તથા ટુરીસ્ટ ટ્રાવેલર બસ તથા મોબાઇલ ફોન-2 સહિત કુલ 10,09,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.ઝડપાયેલા ત્રણ શખ્સોમાં રાજીવ રાણા, સિદ્ધરાજસિહ ઝાલા અને જગદીશભાઇ પઢીયારનો સમાવેશ થાય છે. ત્રણેય શખ્સોને તથા   દારૂનો જથ્થો આપનાર અમદાવાદના ભરતભાઇ રબારી આ તમામ સામે ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.