પોલીસે ચેક કર્યું દૂધનું કેન, અને નીકળી આ વસ્તુ

નુશ્ખાં શોધી લે છે લોકો

પોલીસે ચેક કર્યું દૂધનું કેન, અને નીકળી આ વસ્તુ

Mysamachar.in-રાજકોટ

સમગ્ર દેશમાં  લોક ડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે અને તેમાં પણ પાનના ગલ્લા અને દુકાનો પર કડક પ્રતિબંધની અમલવારી કરવામાં આવી રહી છે. આવા સમયે અમુક લોકો પાન, માવા, તમાકુ, સિગારેટ જેવી પ્રતિબંધિત વસ્તુની કાળા બજારી કરી રહ્યા છે. વ્યસની લોકોના વ્યસન પરિપૂર્ણ કરવા ચોક્કસ લોકો દ્વારા ગમે તેવા સંજોગોમાં પ્રતિબંધિત  વસ્તુઓની  હેરાફેરી  કરી રહ્યા છે જેના માટે નવા નુસખા અજમાવી રહ્યા છે ત્યારે પોલીસ પણ વધુ સાવધાની સાથે આવા લોકોના નુસખાઓનો પર્દાફાશ કરી રહી છે અને આવો જ એક કિસ્સો  પોલીસે પકડી પડ્યો છે.

લોકડાઉનમાં પાન અને માવાના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે ગોંડલ  આશાપુરા ચોકડી પાસે રૂરલ એલ.સી.બી સ્ટાફે વાહન ચેકિંગ દરમિયાન માસ્ક પહેર્યા વગરના દૂધના કેન સાથે નિકળેલ કમલેશ રાતડીયા કે જે ગોંડલ તાલુકાના બીલીયાળા ગામનો રહેવાસી છે, જેને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો તેની તપાસ કરતા દૂધના કેનની અંદરથી દૂધને બદલે કટીંગ કરેલી સોપારી 5 કિલો, ચૂનાના પાર્સલ 14 કિલો સહિતનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બાઈક સહિત 32000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી.