Mysamachar.in-જામનગર
રાજ્યમાં લોકડાઉન દરમિયાન પાનમસાલા ગુટખા અને દારૂની હેરફેર કરવા અને પોલીસથી બચવાના કેટલાય કીમીયાઓ સામે આવી ચુક્યા છે, તેવામાં આજે આવો જ એક કિસ્સો શહેરના સાત રસ્તા નજીક આવેલા સરુ સેકસન રોડના કોર્નર પોલીસે ટુ વ્હીલરમાં પસાર થઈ રહેલા એક યુવાનને સ્કુલબેગની તપાસણી કરતા તેમાંથી પુસ્તકો નીકળવાના બદલે ૪૦ લીટર દારૂ મળી આવતા પોલીસ પણ ભારે આશ્ચર્યચકિત થઇ જવા પામી હતી, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ વ્યક્તિનું નામ પ્રકાશ દાતણીયા હોવાનું અને તે ધુંવાવ નાકા બહાર રહેતો હોવાનું તથા ફ્રુટનો ધંધો કરતો હોવાનું તેમજ વધુ રૂપિયા કમાવાની લાલચ નથી દેશી દારૂનો વ્યવસાય આરંભ કર્યો હોવાની બાબતો ખુલવા પામી હતી પોલીસે તેની પાસેથી રૂપિયા 5800 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે