ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાની નવી તરકીબને પોલીસે વધુ એક વખત બનાવી નિષ્ફળ

તાજેતર નો બીજો કિસ્સો

ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાની નવી તરકીબને પોલીસે વધુ એક વખત બનાવી નિષ્ફળ
file image

Mysamachar.in-વલસાડ

રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દરિયાઈ માર્ગે દારૂની ઘૂસણખોરી માટે નવા કીમિયા અજમાવતા થયાનું તાજેતરના કેટલાક કિસ્સાઓ થી સામે આવે છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે દરિયાકિનારાથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. મહત્વપૂર્ણ છે કે કોરોનાના કારણે લોકડાઉન જેવા માહોલમાં છ મહિનાથી લાંબા સમય સુધી ગુજરાત અને દમણની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. આથી દારૂની છૂટ ધરાવતા દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી ઉપર મોટાભાગે રોક લાગી હતી.

આજ પોલીસે લાખો રૂપિયાનો દારૂ પોલીસ ઝડપી પાડ્યો છે. રોડ માર્ગે અનેક જગ્યાએ ચેકપોસ્ટ અને ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગ હોવાથી બુટલેગરો હવે દારૂની ઘૂસણખોરી માટે નવા કીમિયા અજમાવે છે. જેના ભાગરૂપે હવે બુટલેગરોએ વિદેશી દારૂની ઘુસણખોરી દરિયાઈ માર્ગે કરવાની શરૂઆત કરી છે.

વલસાડ એલસીબી પોલીસને મળેલી એક બાતમી બાદ પોલીસે દરિયાકિનારે આવેલા ભદેલી જગાલાલા ગામના દરિયા કિનારે 2.71 લાખ રૂપિયાના કિંમતના વિદેશી દારૂની 3,600થી વધુ બોટલો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરને પણ ઝડપી પાડયો છે. જ્યારે પાંચ આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

હવે બુટલેગરોએ રોડ માર્ગે પોલીસનું દબાણ વધતા દરિયાઈ માર્ગે દારૂની ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું છે. જોકે, વલસાડ એલસીબી પોલીસ બુટલેગરોથી એક કદમ આગળ હોય તેમ બુટલેગરોની આ યુક્તિને પણ આબાદ ઝડપી પાડી છે. વલસાડના ભદેલી જગાલાલા દરિયાકિનારા અને ઔરંગા નદીના સંગમ સ્થળ પરથી પોલીસે 2.71 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં પોલીસે સ્થળ ઉપરથી અર્જુન રમેશ રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે કાંતિભાઈ હરિભાઈ ટંડેલ, ભરત રામલુ ભાઈ, અંકિત પટેલ, સોનુ, અને ભરત નામના ઇસમો ભાગી છૂટ્યા છે અને દરિયાઈ માર્ગે કઈ રીતે દારૂ ઘુસાડવામાં આવ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.