27 કાર્ટુન તમાકુ ભરેલ ટ્રક આવી પોલીસના હાથમા 

ગઈકાલે સુરેન્દ્રનગરના દ્રશ્યો તો યાદ હશે ત્યાં જ.....

27 કાર્ટુન તમાકુ ભરેલ ટ્રક આવી પોલીસના હાથમા 

Mysamachar.in-દાહોદ:

રાજ્યમાં એક તરફ લૉકડાઉનનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે તેવામાં વ્યસનીઓ પોતાના વ્યસનો માટે તલપાપડ થઇ રહ્યા છે, હજુ તો વાત ગઈકાલની જ છે જ્યાં સુરેન્દ્રનગરમાં પાનની દુકાન ખૂલતા જ તેમાં પડાપડી કરનારા ગેરજવાદાર લોકોના વાયરલ વીડિયોની હજુ શાહી નથી સૂકાઈ ત્યાં ફરી એક વાર પોલીસે મિરાજના મોટા જથ્થા ભરેલા ટ્રકને ઝડપી પાડી પ્રતિબંધ હોવા છતાં હેરફેર કરી રહેલા ટ્રકને કબ્જે લીધો છે.

લૉકડાઉનના નિયમો મુજબ પાનના ગલ્લાની દુકાનો ખોલવાની છૂટ નથી. આ સ્થિતિમાં તમાકુના કાળાબઝારે માજા મૂકી છે. દરમિયાન ગઈકાલે રાજ્યના મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા ઝાલોદના અનવરપુરા પાસે પોલીસે પ્રતિબંધીત તમાકુ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે રૂટિન તપાસ માટે ટ્રકને રોકી હતી. પોલીસના જવાનો જ્યારે ટ્રકની તલાશી લઈ રહ્યા હતા ત્યારે તેમાંથી મોટી માત્રામાં મિરાજ તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. ઝાલોદ પોલીસે 2.26 લાખ રૂપિયાની મિરાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં ટ્રક સહિત 7.26 લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.