તમામ સુવિધાથી સજ્જ હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ

કસીનો સ્ટાઇલમાં ચાલતું જુગારધામ

તમામ સુવિધાથી સજ્જ હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ

Mysamachar.in-વલસાડઃ

જુગારના શોખીન ગુજરાતીઓ માટે ગોવા હોટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે, પરંતુ કેટલાક શખ્સોએ ગોવા જવાને બદલે ગુજરાતના વલસાડમાં જ અધ્યતન કસીનો બનાવી તેમાં જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું. જો કે પોલીસને જાણ થતાં દરોડા પાડવામાં આવ્યા અને એક મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં કસીનોના માલિક અમુલ દેસાઇ પણ છે. આરોપીઓ દ્વારા ચિપ્સથી કસીનો સ્ટાઇલમાં જુગાર રમાડવામાં આવતો હતો, આયોજકોએ જુગાર રમવા આવતા લોકો માટે દારૂની પણ વ્યવસ્થા કરી રાખી હતી. આ હાઈપ્રોફાઈલ જુગારધામમાં જુગાર રમવા રૂપિયા એક લાખનું ટેબલ સજાવવામાં આવતું હતું. વિદેશોમાં જે રીતે કસીનોમાં જેવી રીતે દારૂની સાથે જુગાર રમાડવામાં આવે છે એવી રીતે વલસાડમાં પણ જુગારીઓ જુગાર સાથે દારૂની મહેફિલ માણતા માણતા જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી 52 બિયરના ટીન અને 1,18,400 રોકડા, 8 મોબાઈલ, પોકર ચિપ્સ નંગ 134 મળી તમામ વસ્તુઓ કબ્જે કરી હતી.