મ્યાઉં મ્યાઉં ડ્રગ્સના જથ્થા સાથે નરેન્દ્ર અને પંકજને ઝડપી પાડતી પોલીસ

સ્કોર્પિયો કારમાં સીટોની પાછળના ભાગે છુપાવવામાં આવ્યું હતું ડ્રગ્સ

મ્યાઉં મ્યાઉં ડ્રગ્સના જથ્થા સાથે નરેન્દ્ર અને પંકજને ઝડપી પાડતી પોલીસ

Mysamachar.in-વડોદરા

ગુજરાતમાં વધુ એક વખત યુવાધનને બરબાદ કરે તેવી નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ વડોદરા એસ.ઓ.જી સહિતની ટીમે કર્યો છે, પોલીસે બે શખ્સો નરેન્દ્ર અને પંકજને ચોક્કસ બાતમીને આધારે ઝડપી પાડી તેની પાસેથી 470 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જેની કીમત  47 લાખ જેટલી થાય છે, તે મ્યાઉં મ્યાઉં ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે,પોલીસના જણાવ્યાનુસાર હવે પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોચવાનો પ્રયાસ કરી રહી છે, કે સમગ્ર નેટવર્ક રાજ્યવ્યાપી છે કે માત્ર વડોદરા પુરતું જ સીમિત છે, અને અત્યારસુધીમાં કેટલા ગ્રાહકોને આ શખ્સો નશાનો સામાન સપ્લાય કર્યો છે તે તમામ ઝીણવટપૂર્વકની તપાસ હાલ ચાલી રહી છે.

-આ ડ્રગ્સની બજાર કિંમત કેટલી..?
જે મ્યાઉં મ્યાઉં ડ્રગ્સનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે, તે ખુબ જ ઉંચી ગુણવતાનું માનવામાં આવે છે, અને આ ડ્રગ્સની બજારમાં  કિંમત એક ગ્રામનો ભાવ 10,૦૦૦ રૂપિયા હોવાનું પણ જાણવા મળે છે.