Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલમાં કડકડતી ઠંડીની સીઝન ચાલી રહી છે,એવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર વિસ્તારમાં ઘાટ એવો ઘડાયો છે કે પોલીસ સુતી છે અને તસ્કરો નાઈટ પેટ્રોલિંગ કરીને ધડાધડ ઘરફોડ ચોરીઓને અંજામ આપી રહ્યા છે, મીઠાપુરમાં સ્થાનિકો પાસેથી જાણવા મળ્યા મુજબ એક જ રાતમાં આઠ જેટલા મકાનોમાં તસ્કરોએ ચોરીનો લાભ લીધો અને તેમાંથી બે મકાનોમાંથી લાખોની મતાની ચોરી થઇ છે, જેની ફરિયાદો નોંધાઈ છે, જયારે બાકીની ફરિયાદો લેવામાં નથી આવી કે ફરિયાદી ફરિયાદ કરવા આગળ નથી આવ્યા તે તપાસનો વિષય છે, પણ જે કાઈ હોય ઘરફોડ ચોરી થાય તે અને તે પણ લાખોની ઘરફોડ ચોરી થાય તે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સાબિત કરવા માટે પુરતું હોય તેમ લાગે છે.ત્યારે પોલીસે સજાગ થઇ અને તસ્કરોને ઝબ્બે કરવા નાઈટ પેટ્રોલિંગ કડક કરવાની માંગ પણ ઉઠી છે.