મહિલાઓની મદદ માટે પોલીસે શરૂ કરી આ અનોખી સેવા

સરાહનીય નિર્ણય

મહિલાઓની મદદ માટે પોલીસે શરૂ કરી આ અનોખી સેવા

Mysamachar.in-અમદાવાદઃ

હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, સાથે જ મહિલાઓની સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠી રહ્યાં છે. આ બધી ચર્ચાઓ વચ્ચે અમદાવાદ પોલીસે એક સરાહનીય નિર્ણય લીધો છે. જેમાં રાત્રીના સમયે ઘરે જવા માટે તમને કોઈ રીક્ષા, કેબ, કે અન્ય કોઈ વાહન નહીં મળે તો અમદાવાદ પોલીસની PCR વાન તમને તમારા ઘરે મૂકી જશે. આ માટે રસ્તામાં અટવાયેલી યુવતી કે મહિલાએ પોલીસની હેલ્પલાઈન 100 નંબર અને મહિલા હેલ્પલાઈન 181 ઉપર કોલ કરવાનો રહેશે. પોલીસની અનોખી સેવા અંગે અમદાવાદ પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર માહિતી જણાવી છે. અમદાવાદ પોલીસે ટ્વીટમાં જણાવ્યું કે મહિલાઓને સુરક્ષા આપવાના હેતુશર અમે વર્ષ 2018માં વુમન્સ ડેના દિવસથી આ ખાસ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. હોય તો મહિલાઓ પોલીસનો સંપર્ક કરી શકે છે. મહિલાઓ વુમન્સ હેલ્પલાઇન 181 અથવા તો 100 નંબર ડાયલ કરી અને સુવિધા મેળવી શકે છે.