Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલીકાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમા ખેલાડી ફરીથી ખેલ પાડવા લાગ્યા છે, હાલ લાખોના ખર્ચે રિપેરીંગ કરાય રહ્યુ છે, બાદમા પણ ઝીણુ ઝીણુ કાંતિ સાધનો ખરીદશે અને તે બધુ પોતાના ધંધાના સ્થળેથી ઉસેડ્યા જ કરશે, શહેરમાં તળાવની પાળ નીચે ભીડ ભંજન મહાદેવ મંદિરની સામે આવેલા કોર્પોરેશનના સ્પોર્ટસ કોમ્પ્લેકસના બેડમીન્ટન હોલના ચાર સીન્થેટીક કોટ પર વર્ષ 2010 પછી રાજ્યકક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની બેડમીન્ટન ટુર્નામેન્ટો યોજાઇ ચુકી છે. શહેરમાં આ સુવિધા આવ્યા બાદ જામનગરના અમુક ખેલાડી રાજ્ય કક્ષાએ અને અમુક ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ હરિફાઇમાં ભાગ લઇ ચૂકયા છે. આવા બેડમીન્ટન હોલની ઉપરના છાપરા ક્રમશ: જર્જરિત થયા બાદ આ વર્ષે ભારે વરસાદને કારણે તેમજ તળાવની નીચે જ આ હોલ આવેલો હોવાને કારણે તળીયેથી ભેજ અને છાપરામાંથી ચુવાકને કારણે બેડમીન્ટન કોર્ટને સતત નુકશાન થતું રહ્યું હતું.
તેમ સમગ્ર માહોલ ઉભો કરાયો જે અંગે મ્યુ.કમિશ્નર સતિષ પટેલ અને કલેકટર રવિશંકરને આ બાબતે જાણ કરવામાં આવ્યા બાદ બેડમીન્ટન હોલ પરના છાપરા બદલવા અને ફલોરમાં રહેલા સીન્થેટીક કોર્ટને બદલવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા બાદ હવે હવે રૂા.50 લાખનો ખર્ચ કરવામાં આવશે. ત્યારબાદ પણ આ ખેલાડી ખેલ પાડ્યા કરશે બીજા રિપેરીંગ ખરીદી તેમજ કોન્ટ્રાક્ટ સ્ટાફ ભરતીમા પણ મલાઇ તારવવા પોતાની જ દુકાનેથી માલ લઇ ખોટા ત્રણ-ત્રણ ક્વોટેશન ફાઇલમા રાખવાનો મુદ્દો પણ જે તે સમયે ચગી ચુક્યો છે, ઉપરાંત કોર્પોરેશશનના નાના અને મોટા લોકાર્પણ કોન્ફરન્સ વગેરે કાર્યક્રમોની વ્યવસ્થામા પણ તગડી મલાઇ જેમા ખુરશી પાણી ની બોટલ મંડપ વગેરેની સંખ્યા દર્શાવવામા ખેલ પાડી ખુબ મલાઇ તારવી લેતા આ ખેલાડી વિશે ખુબ ચર્ચાઓ થાય છે.