શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિને શું થશે અસર

આ રાશિઓના જાતકોની ખુલશે કિસ્મત

શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિને શું થશે અસર

Mysamachar.in-જામનગરઃ

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ મહિનામાં માતાજીની આરાધના કરવાનો ઉત્તમ સમય માનવામાં આવે છે. એટલું જ આ દરમિયાન જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મોટા ફેરફાર થવાના યોગ સર્જાય છે, જેમાં ખાસ કરીને ગ્રહોનું ભ્રમણ ખાસ હોય છે. આ ગ્રહોના ભ્રમણથી વિવિધ રાશિઓ પર તેની સારી-નરસી અસર વર્તાય છે. ત્યારે શુક્ર ગ્રહે ફરી તેની જ રાશિ તુલામાં પ્રવેશ કર્યો છે. જેની અસર અન્ય તમામ રાશિઓ પર વર્તાશે. જ્યોતિષની દૃષ્ટીએ શુક્ર ગ્રહની મહત્વની ભૂમિકા રહેલી છે. તુલા રાશિમાં શુક્ર પોતાના જ ઘરમાં રહેશે જ્યાં બુધ, અને સૂર્ય સાથે શુભ સંયોગ રચાઈ રહ્યો છે.

મેષ રાશિના જાતકો માટે શુક્ર તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. વિવાહિત જાતકોનું લગ્નજીવન તેમજ સંતાન સુખ પર સારો પ્રભાવ પડશે. અવિવાહિત જાતકો માટે આ સમય સારા સમાચાર લાવશે, વેપારમાં તરક્કી થશે. તો સિંહ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ત્રીજા ભાવમાં થઈ રહ્યું છે. આ ગોચર પરિવારમાં સુખ શાંતિ વધારશે. નોકરી બદલવાનો અવસર પ્રાપ્ત થશે. કન્યા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર તમારી રાશિમાં બીજા ભાવમાં થઈ રહ્યો છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ છલકાશે. શેર માર્કેટમાં રિયલ એસ્ટેટમાં રોકાણ ફાયદો અપાવશે. તુલા રાશિના જાતકો આ ગોચર તમારા માટે લાભકારક રહેશે. વિકાસ સાધી શકાય. પ્રગતિ કરી શકશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનું ગોચર તમારી રાશિમાં 12માં ભાવમાં થશે. આ ગોચર તમારા માટે આર્થિક ફાયદો લઈને આવશે. તમને પડતી આર્થિક મુશ્કેલી ઓછી થશે. પડોશી સાથે સંઘર્ષ થાય તેવા યોગ છે. ધનુ રાશિના જાતકો માટે આ ગોચર તમારી રાશિમાં 11માં ભાવમાં થઈ રહ્યુ છે. આ ગોચર તમારા માટે સુખ સમૃદ્ધિ લઈને આવશે. તમારી મહેનત ફળતી લાગે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય. મકર રાશિના જાતકો માટે આ ગોચરકાળ દરમિયાન કાર્યમાં વિધ્ન આવશે. નાણાંનું રોકાણ થશે, આર્થિક મુશ્કેલીઓ વધશે. વેપારમાં મુશ્કેલી આવે. કોઈ પર વિશ્વાસ ન કરશો. ખાસ કરીને ધંધામાં ભાગીદારીથી દૂર જ રહેજો. કંકાશથી દૂર રહેજો. કુંભ રાશિના જાતકો માટે શુક્રનું તુલા રાશિમાં આવવાથી આ ગોચર તમારી રાશિમાં 9માં ભાવમાં થઈ રહ્યો છે. આ સમયે તમારા માટે લાભ લઈને આવશે. સામાજીક મોભો જળવાશે. ધાર્મિક કાર્ય કરી શકશો. તો છેલ્લે મીન રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર તમારી રાશિમાં 8માં ભાવમાં થઈ રહ્યુ છે. આ રાશિના જાતકો માટે થોડો સમય મુશ્કેલ રહેશે. પરિવાર સાથે મતભેદ થાય. તબિયત લથડે આર્થિક ફટકો પડે. સંભાળીને રહેજો.