શું હોસ્પિટલોમાં કાળી કમાણી થઇ રહી છે ?

કેમ ડિઝિટલ ઇન્ડિયા નથી અપનાવતા ?

શું હોસ્પિટલોમાં કાળી કમાણી થઇ રહી છે ?

Mysamachar.in-જામનગરઃ

નોટબંધી બાદથી જામનગર સહિત દેશભરમાં ડિઝિટલ ઇન્ડિયા પર ભાર મૂકવામાં આવ્યો હતો, વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે ડિઝિટલ ઇન્ડિયા તેમનું સપનું છે. ડિઝિટલ ઇન્ડિયામાં પૈસાની લેતી-દેતી ઓનલાઇન થાય, જેમાં કાર્ડથી પેમેન્ટ કે Paytm જેના વોલેટનો ઉપયોગ કરવો વગેરે, પરંતુ સોશિયલ મીડિયા પર હોસ્પિટલો પર ગંભીર આક્ષેપ લગાવતી તસ્વીર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં લખવામાં આવ્યું છે કે ડિઝિટલ ઇન્ડિયાને હોસ્પિટલવાળા ક્યારે અપનાવશે. શું હોસ્પિટલો અને દફ્તરોને પોતાની કાળી કમાણી ખુલ્લી પડી જવાનો ભય છે ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસ્વીરમાં લખવામાં આવ્યું છે કે આજે પણ એવી કેટલીય હોસ્પિટલો છે જ્યાં ચેકથી પેમેન્ટ લેવામાં આવતું નથી, દફ્તરોમાં કાર્ડ સ્વાઇપ મશીન રાખતા નથી. ઓનલાઇન ટ્રાન્સફર પણ સ્વીકારવામાં આવતું નથી. Paytm કે તેના કેવા વોલેટ પણ રાખતા નથી. મોટાભાગની હોસ્પિટલોમાં એક જ રટણ કરવામાં આવે છે રોકડા આપો..શું હોસ્પિટલ અને દફ્તરોને તેમની કાળી કમાણી ખુલ્લી પડી જવાનો ભય સતાવી રહ્યો છે. બીજી બાજુ આ તસ્વીરમાં એમ પણ લખ્યું કે જે હોસ્પિટલોએ આ વ્યવસ્થા અપનાવી છે એમનો ખુબ ખુબ આભાર. સોશિયલ મીડિયામાં હોસ્પિટલો દ્વારા ઉઘરાવવામાં આવતી મનઘડત ફીને લઇને લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મેસેજથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ડિઝિટલ ઇન્ડિયાનો ફેલાવો કરવા સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતા હોસ્પિટલ સંચાલકો કેમ ડિઝિટલ ઇન્ડિયા અપનાવી રહ્યાં નથી ?