Mysamachar.in-જામનગર;
જામનગર:કેન્દ્ર સરકારે ગઈકાલે રજૂ કરેલા સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટી રૂ.૧ અને સેસ રૂ.૧ વધારી છે. જેના કારણે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલમાં એક લિટરે રૂ.૨.૫૦ જેટલો વધારો ઝીંકાયો છે.આ ભાવ વધારો આજથી અમલી પણ બની જતા મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધુ એક આર્થિક બોજો આવ્યો છે.આજના જો જામનગરના પેટ્રોલ અને ડીઝલના ભાવોની વાત કરવામાં આવે તો ગઈકાલે જામનગરમા પેટ્રોલનો ભાવ ૬૭.૯૨ જયારે આજનો ભાવ ૭૦.૨૭ છે,જયારે ગઈકાલનો ડીઝલનો ભાવ ૬૭.૨૩ હતા તે ભાવ આજે ૬૯.૬૯ છે.