Mysamachar.in-જામનગર:
જામનગરની મોટુ નામ ધરાવતી અને ઉંદરની જેમ ફુંક મારી-મારી વાલીઓને ફોલી ખાતી મોદી સ્કુલનો બહિષ્કાર કરવા માટે ખુદ શિક્ષણાધિકારીએ વાલીઓને અંગત સલાહ આપતા ચકચાર મચી ગઇ છે, જો કે એક તરફ પોતાની લીમીટ દર્શાવવા સાથે સૌ આ સ્કુલ સામે હલ્લા બોલ કરે તેવો નિર્દેશ આ સમીક્ષાજનક અધીકારીએ આપ્યો છે કેમકે તકલીફ એ છે કે સ્કુલ તો લોક છે તેમ છતા ફી ની લૂંટ ચાલુ જ છે તેવી સનસનીખેજ બાબતો બહાર આવી છે, હાલના લોકડાઉનના સમયમાં એક તરફ બધુ જ ઠપ્પ છે અને શૈક્ષણીક કાર્ય તો તદન બંધ છે તેમજ સરકારની પણ સુચના છે કે શાળા-કોલેજો વાલીઓની સ્થિતિ સમજે તેમજ ફી માટે દુરાગ્રહ ન કરે.
પરંતુ ભાઇ મોદી એ તો મીઠુ મીઠુ બોલી એડવાન્સ ચેક વાલીઓ પાસેથી લીધા છે અને તે ચેક બેંકમા વટાવી અને તેના કેશ કરાવ્યે રાખી પોતાની તિજોરી ભરપુર કરી રહ્યા છે, ઉપરથી માસુમ બાળકોને ઓનલાઇન ભણવા મજબુર કરે છે તેવી દર્દનાક યાતનાઓ વાલી તરફથી સામે આવી છે માટે આ અંગે હવે વાલીઓનો આક્રોશ ચરમસીમાએ છે કેમકે ફી હોય તે પણ શાળામા ભણવાની હોય ત્યારે શાળા તો લોક છે અને ફી ની લૂંટ ચાલુ છે, આવી તો અનેક ગેરરિતિઓ આ શાળાની બહાર આવી રહી હોય આવી શાળાઓ બંધ કરવા સરકારમા દરખાસ્ત કરવાની હિંમત પણ લગત અધીકારી દર્શાવે તેવી ચિંતકોની માંગ છે,
-શિક્ષણાધિકારી એક માધ્યમ સાથે વાતચીત કરતા કહે છે કે…
એક માધ્યમ સાથે વાતચીત કરતા શિક્ષણાધિકારી ડોડીયા એ કહ્યું કે શાળા ત્રણ માસ સુધીની ફી લઇ શકે તેનાથી વધુ લેવાય તો નોટીસ આપીશું, અને તેવોએ વધુમાં એમપણ કહ્યું કે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે, શું મોદી સ્કુલ એક જ છે.? બીજી ઘણી સ્કૂલો છે, અને આ શાળાના સંચાલક દંડથી સુધરે તેવા નથી માટે વાલીઓએ પણ આગળ આવવું જોઈએ તેમ તેને કહ્યું હતું.