પાસ કોઈકનો અને લઈને નીકળ્યું કોઈક 

પોલીસે નોંધ્યો ગુન્હો 

પાસ કોઈકનો અને લઈને નીકળ્યું કોઈક 

Mysamachar.in-જામનગર:

લોકડાઉન પીરીયડ દરમિયાન કેટલાક લોકોને બહાર નીકળવા માટે તંત્ર દ્વારા મુક્તિપાસ આવશ્યકતાને ધ્યાને રાખીને આપવામાં આવ્યા છે, ત્યારે આવા લોકોમાંના અમુક આવા મુક્તીપાસ નો દુરુપયોગ કરી રહ્યાનું સામે આવ્યું છે, શહેરના પંજાબ બેંક પાસે રહેતો યુવક જશ દિલીપ લવાને ઓશવાળ સર્કલ પાસેથી નીકળેલ તેને પોલીસે ઉભો રાખી અને પાસ તપાસણી કરતા આ પાસ ખરેખર દીક્ષિત ભરત લવા નામનો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે જશ વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.