અનેક આકર્ષણો સાથે આવતીકાલે યોજાશે પરશુરામ શોભાયાત્રા..

તૈયારીને આખરી ઓપ

અનેક આકર્ષણો સાથે આવતીકાલે યોજાશે પરશુરામ શોભાયાત્રા..

Mysamachar.in-જામનગર:

આવતીકાલ મંગળવારના રોજ અખાત્રીજ પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભા યાત્રા નિકળશે. શોભાયાત્રામાં અલગ-અલગ કુલ ૪૦ જેટલા ફલોટસ જોડાશે. જેમાં બેટી બચાવો સંદેશ સાથેનો ફલોટસ.૧૦ ખુલ્લી બગીઓમાં વિવિધ અવતારોમાં આશરે ૧૦૦ બાળકો વેશભુષામાં અલગ-અલગ ફલોટસમાં પરીવાર સાથે જોડાશે. ખુલ્લી જીપમાં પરશુરામ ભગવાન ખાસ આકર્ષણનુ કેન્દ્ર રહેશે. બ્રહ્મસમાજની મહિલાઓ દ્રારા નવદુર્ગાના અવતારનુ ફલોટસ આકર્ષણનુ કેન્દ્ર રહેશે.

આ સાથે જ સણગારેલા બળદગાડા, ઘોડા, ઉટગાડી, સણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બ્રાહ્મણોના સંત,મહાપુરૂષના ફલોટસ, ત્રણ ડીજે સાઉન્ડ સાથે રહેશે. શોભાયાત્રાના કન્વીર જસ્મીન ધોળકીયા, સહકન્વીનર જનક ખેતીયા, વિમલ જોશી તથા યુવા ટીમ શોભાયાત્રામાં વધુ સારી રીતે પ્રસાર થાય અને વધુ લોકો જોડાય તે માટે સકિય છે. પરશુરામ શોભાયાત્રા બુધવારના સાંજે 5 કલાકે શ્રી બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી પુર્વ રાજયમંત્રી વસુબેન ત્રિવેદી અને જામનગર મહાનગર પાલિકાના સ્ટેડીંગ કમીટીના ચેરમેન સુભાષ જોશી દ્રારા પ્રસ્થાન કરાશે. જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. 

શ્રીમાળીની વાડીમાં શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે ધર્મસભા યોજાશે. પરશુરામ શોભાયાત્રામાં જીલ્લા થતા શહેરના સમસ્ત બ્રહ્મસમાજના ભુદેવ મોટી સંખ્યામાં જોડાશે. શહેરના વિવિધ ધટકો અને પેટાજ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાશે. પરશુરામ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મસમાજ અને ધર્મપ્રેમી જનતાએ જોડાવવા જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલ્લ વાસુ અને આશીષ જોશીની અપીલ કરેલ છે. પરશુરામ શોભાયાત્રામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજ,જ્ઞાતિ અને ધર્મના લોકો ઉત્સાહ સાથે સહભાગી બનશે.

જામનગર પરશુરામ શોભાયાત્રામાં આ હશે વિશેષતાઓ...

- પરશુરામ ભગવાનનો ફલોટસ ખાસ ડેકોરેટીંગ અને લાઈટીંગ સાથે આકર્ષીત તૈયાર કરાશે. 

- પાલખીમાં ભગવાન પરશુરામ બીરાજશે. 

- ચાંદી બજારમાં કનૈયા દાંડીયા ગ્રુપ દ્રારા દાંડીયા રાસ રજુ કરાશે. 

- શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા બાદ કચરો ન રહે તે માટે લલીત જોશી તથા દિપાલીબેન પંડયાની ટીમ દ્રારા ખાસ સફાઈ કામગીરી કરાશે. મહાનગર પાલિકાની ટીમનો સહયોગ રહેશે.  

- વંડાફળી પંચેશ્વર ટાવર નજીક મહાદેવહર મિત્રમંડળના યુવાનો દ્રારા ભવ્ય આતશબાજી કરાશે. 

- બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્રારા ખાસ પહેરવેશ સાથે રાસ રજુ કરશે..

- ખાસ વિશેષ તૈયાર કરેલા બળદગાડામાં હાટકેશ્વર મહાદેવના દર્શન ભાવિકોને થશે.

- કુલ 10 ખુલ્લી બગી, બળદગાડા, ઉટગાડી, શરણગારેલ રથ, શોભાયાત્રામાં ખાસ આકર્ષણ કેન્દ્ર રહેશે.