પાણીપુરી તો ઠીક ગુજરાતના આ શહેરમાં દારૂપુરીની પણ મજા માણવામાં આવતી હતી

પોલીસ પહોંચી મસાલાપુરી લઈને..!

પાણીપુરી તો ઠીક ગુજરાતના આ શહેરમાં દારૂપુરીની પણ મજા માણવામાં આવતી હતી

Mysamachar.in-ભાવનગર:

સમગ્ર ગુજરાતમાં આમ જોઈએ તો દારૂબંધીના પાટીયા ઝૂલી રહયા છે, ત્યારે બુટલેગરો નીતનવા કીમિયા અજમાવીને ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાનું વારંવાર ખુલાસો થયો છે. ત્યારે પ્યાસીઓ પણ દારૂ પીવા માટે નીતનવા કીમિયા અજમાવીને પોલીસથી નજર ચૂકવી દારૂનું સેવન કરવા માટે નવાનવા અખતરા કરતાં હોય છે. તેવામાં બે યુવકો પાણીપુરીમાં પાણીની જગ્યાએ દારૂ નાખીને મોજમજા કરતા હોવાનો ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં બનાવ સામે આવ્યો છે,પોલીસે બંને શખ્સો સહિત ત્રણની ધરપકડ કરી છે,

ગારીયાધાર પોલીસે એક નાસ્તા સેન્ટરમાં બે યુવકો મનીષ અને જીગર(નામ બદલાવેલ છે) પાણીપુરીની મોજ માણતા હતા. આ યુવકો આ નાસ્તા સેન્ટરમાં પાણીપુરી સાથે દારૂ નાખીને પીતા હોવાની બાતમી પોલીસને મળી હતી.જેના આધારે પોલીસે તપાસ કરતા આ બન્ને યુવાનો પાણીપુરીમાં પાણીના બદલે પુરીમા દારુ નાખી મોજ માણતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આ બે યુવકોને દારૂ વેચાતો આપનાર ગારીયાધારના અતુલ નામના શખ્સની ધરપકડ કરી ત્રણેય સામે પ્રોહીબીશનનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.