ગેસ્ટહાઉસના સ્ટોર રૂમમાં વેચાતા હતા પાન–મસાલા ગુટખા તમાકુ બીડી

પોલીસને મળી બાતમી થઇ રેઇડ

ગેસ્ટહાઉસના સ્ટોર રૂમમાં વેચાતા હતા પાન–મસાલા ગુટખા તમાકુ બીડી

Mysamachar.in-મોરબી

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોનાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અને ભારતમાં પણ મોટી સંખ્યામાં કેશો નોંધાયેલ જે અનુસંધાને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ઉપરોકત વાયરસ ઝડપી સંક્રમણ અટકાવવા અને લોકોની બીનજરૂરી અવર-જવર અટકાવી લોકોને સંક્રમીત થતાં અટકાવવી લોકોની જિંદગી બચાવવા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરેલ અને તમાકુ ગુટખા પાનબીડી દારુ સહિતના વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે,

એવામાં મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા દરમિયાન "રાજશી દેવજી"નામની દુકાનવાળા સંજય હીમતલાલ તેમજ સૌરાષ્ટ્ર લોજવાળા હિરેનભાઇ ખોડીદાસ જેઓ પરાબજારમાં આવેલ પોતાની સૌરાષ્ટ્રલોજના ગેસ્ટહાઉસના સ્ટોરરૂમમાં પાનમસાલા ગુટખા તમાકુ બીડીનો જથ્થો રાખી વેચાણ કરતાં હોવાની હકીકત મળેલ તેવી હકીકતના આધારે પોલીસે હિરેનભાઇ ખોડીદાસ, સંજય પંડીત આમ બન્નેને માવા ,બીડી,સિગારેટ ગુટખા તમાકુનો વેપાર કરી રહેલ હોય જેથી પોલીસે રૂપિયા 1,10,359/-નો મુદામાલ  કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.