અહીં બિનવારસી હાલતમાં મળી રહ્યાં છે કરોડોની કિંમતના ડ્રગ્સના પેકેટ !

દરિયામાં ચાલી રહ્યું છે ડ્રગ્સનું રેકેટ

અહીં બિનવારસી હાલતમાં મળી રહ્યાં છે કરોડોની કિંમતના ડ્રગ્સના પેકેટ !

Mysamachar.in-કચ્છઃ

રાજ્યમાં આતંકી હુમલાના ઇનપૂટને લઇને દરિયાકાંઠે BSFના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કચ્છની ક્રિક બોર્ડર પાસેથી ડ્રગ્સના બિનવારસુ ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા છે. કહેવામાં આવી કહ્યું છે કે આ ડ્રગ્સની કિંમત અંદાજે 10 કરોડ રૂપિયા છે. બોર્ડર પર દરિયાકાંઠે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવતા સુરક્ષાજવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

ગુજરાતની મોટોભાગની સરહદ દરિયાકાંઠે આવેલી છે, આ સરહદનો લાભ લઇ કેટલાક સ્મગલરો કરોડો રૂપિયાના ડ્રગ્સ સહિત સોના-ચાંદીની દાણચોરી કરી રહ્યાં છે. જો કે ગુજરાતના દરિયાકાંઠેથી અવાર નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સથી લઇને અનેક નશીલા પદાર્થ પકડાતા રહ્યાં છે. થોડા સમય પહેલા જ કચ્છના જખો પાસેથી BSFના જવાનોએ અલ મદિના નામની બોટ ઝડપી પાડી હતી, આ બોટમાં કરોડો રૂપિયાના ડ્રગ્સની સ્મગલિંગ થઇ રહી હતી. પોલીસે આ બોટમાંથી 6 લોકોની ધરપકડ પણ કરી હતી. જો કે ધરપકડ પહેલા આ શખ્સોએ કરોડોની કિંમતના ડ્રગ્સના અનેક પેકેટ દરિયામાં નાખી દીધા હતા.આ પેકેટ તણાઇને હવે કાંઠે આવી રહ્યાં છે. 

કચ્છના દરિયાકાંઠેથી અવાર નવાર મળી આવે છે ડ્રગ્સના પેકેટ

સ્થાનિક રિપોર્ટ પ્રમાણે કચ્છના દરિયાકાંઠેથી સતત કરોડોની કિંમતના ડ્રગ્સના પેકેટ મળી આવતા રહે છે. આ પાછળનું કારણ જણાવતા સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે ઘણીવાર ડ્રગ્સની હેરાફેરી કરતી વખતે પકડાવાના ભયે ચાંચિયાઓ સ્મગલિંગનો સામાન દરિયામાં જ ફેંકી દેતા હોય છે, આ સામાન તણાઇને દરિયાકાંઠે આવી જતો હોય છે. ક્રિક બોર્ડર પાસેથી બે દિવસમાં 10 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં BSF, DRI સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક તરફ દેશમાં આતંકી હુમલાના એલર્ટ તથા બીજી બાજુ ડ્રગ્સ અને લાવારીસ બોટ મળી આવવાની ઘટનાથી બોર્ડર પર તહેનાત BSFના જવાનો સતર્ક થઇ ગયા છે.