કલ્યાણપુર પોલીસ સ્ટેશનમા થી જ ૩ લાખની લાંચ લેતા PSI ઝડપાયા..

વધુ એક પીએસઆઈ અડફેટ ચઢ્યા

કલ્યાણપુર પોલીસ સ્ટેશનમા થી જ ૩ લાખની લાંચ લેતા PSI ઝડપાયા..

mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાંચિયા બાબુઓની સંખ્યાનો ગ્રાફ દિનપ્રતિદિન ઉપર જઈ રહ્યો હોય તેમ એક બાદ એક કચેરીના લાંચિયા બાબુઓ એસીબીની ઝપટે ચઢી રહ્યા છે,ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ભદોરીયા ને એસીબી ની ટીમે રૂપિયા ૩ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા દેવભૂમિ દ્વારકાના લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે,

આજે થયેલ એસીબીની ટ્રેપના કેસમાં ફરીયાદીના પિતા એકસ આર્મીમેન હોય અને તેઓને સરકારશ્રી તરફથી સાંથણીની ખેતીની જમીન મળેલ જે જમીન પૈકી અમુક જમીનમાં અન્ય લોકોએ દબાણ કરેલ હોય અને મામલતદાર કલ્યાણપુર તરફથી દબાણગ્રસ્ત જમીન સિવાયની જમીનનો કબ્જો ફરીયાદીને સોપવામાં આવેલ જે ફરીયાદીને સોપવામાં આવેલ જમીનમાં ફેન્સીગ તથા બાવળ કાઢવાનુ કામ કરવામાં દબાણ કરનાર વ્યકિતઓ અડચણ કરતા હોય જે બાબતે

ફરીયાદીએ કલ્યાણપુર પો.સ્ટે.માં અરજી આપેલ જે અન્વયે ફરીયાદીની આ કામ કરાવી આપવાના અવેજ પેટે પીએસઆઈ કલ્યાણપુર ભદોરિયાએ  ફરીયાદી પાસેથી રૂા.૩,૦૦,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરેલ, જે ફરીયાદીએ લાંચ આપવી ન હોય  ફરીયાદીએ એસીબી મા ફરીયાદ કરતા એસીબી એ આજરોજ  ગોઠવેલ લાંચના છટકા મા આરોપીએ ફરીયાદી પાસેથી રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચ સ્વીકારી પકડાઈ જતા એસીબીની ટીમને વધુ એક સફળતા મળી છે.

પીએસઆઈને ઝડપી પાડવાની આ ટ્રેપ મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ.સી.જે.સુરેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.