રેતી ભરેલા ટ્રકના માલીક પાસેથી લાંચ લેવા જતા PSI ઝડપાયા

એક ટ્રકના માગ્યા હતા ૩ હજાર

રેતી ભરેલા ટ્રકના માલીક પાસેથી લાંચ લેવા જતા PSI ઝડપાયા

Mysamachar.in-સુરત:

જામનગર જીલ્લામાં ખાસ કરીને રેતીની ખનીજ ચોરી મામલે સ્થાનિક પ્રજા વારંવાર રજૂઆતો ફરિયાદો અને આંદોલન કરવા છતા કોઈ પગલા ભરવામાં ન આવતા ભારે નારાજગી જોવા મળી રહી છે અને ખુલ્લે આમ ડમ્પરો દીઠ હપ્તાખોરીનો ખેલ ચાલી રહ્યો છે,કોઈ અવાજ ઉઠાવે તો તેનો અવાજ દબાવી દેવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાના દાખલા છે,પરંતુ હવે રેતીચોરી મામલે નવાજૂની થાય તે માટે દાખલારૂપ કિસ્સો સામે આવ્યો છે,જેમાં રેતી ભરેલા ટ્રકોનો હપ્તો લેવા જતાં PSIને ભારે પડ્યું છે,

મળતી વિગત  સુરત રેતી ભરીને જતા ત્રણ ટ્રકો PSI પી.આર.ચૌધરીએ ત્રણ દિવસ પહેલા ઝડપી લીધા હતા,ત્યારબાદ ફરીયાદી પાસે એક ટ્રકના ત્રણ હજાર લેખે ૯ હજાર લાંચની માંગણી કરી હતી.પરંતુ ફરિયાદીએ લાંચ આપવાના બદલે સીધો જ નવસારી ACB ખાતે આવી લાંચની ફરીયાદ કરતા ACBએ લાંચનુ છટકુ ગોઠવ્યુ હતું,જેમાં મિશન નાકા નજીક ઉગમ બિલ્ડીંગમાં આવેલ ખેતલાઆપા ટી-સ્ટોલની સામે PSI ચૌધરી આવીને ફરિયાદીને બોલાવ્યા બાદ પોતાની સ્વીફ્ટ કારમાં બેસાડી તેની પાસેથી લાંચની રકમ ૯ હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાયા જતા ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.