શરમ કરો PGVCL , તમારા વાયરે વધુ એકનો ભોગ લીધો 

આશાસ્પદ યુવકનું મોત 

શરમ કરો PGVCL , તમારા વાયરે વધુ એકનો ભોગ લીધો 
symbolic image

Mysamachar.in-જામનગર:

હજુ તો થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે જામનગરના રણજીતસાગર રોડ પર પીજીવીસીએલનો વીજ વાયર તૂટી પડતા એક કિશોરનું મોત નીપજ્યું હતું, અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ ઘટનામાં બન્યા હતા,અને સ્થાનિકોનો તે સમયે પણ આક્ષેપ હતો કે પીજીવીસીએલની બેદરકારી ને કારણે આ મોત થયું છે, આ ઘટનાને માંડ હજુ તો થોડા દિવસ થયા છે ત્યાં જ પીજીવીસીએલના વીજ તારે વધુ એક આશાસ્પદ યુવકનો ભોગ લીધાનું પોલીસ ચોપડે નોંધાયું છે,  શહેરના રણજીતનગર વિસ્તારમાં વસવાટ કરતાં સાગર નીતિનભાઈ માલદે નામનો ૩૦ વર્ષીય યુવક જે નોકરી કરે છે, તેના ઘરની બહાર જ પીજીવીસીએલનો વીજવાયર તૂટેલ હોય તેમાં સાગર ને વીજશોક લાગતા તેનું મોત થયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે, પણ પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે ક્યારે કોણ પગલા લેશે તે પણ જોવાનું છે, પ્રિ-મોન્સુન કામગીરી પાછળ કરોડોનું આંધણ કરતી પીજીવીસીએલના પ્રિ-મોન્સુનમા કેવી લોલમલોલ ચાલતી હશે તે અવારનવાર બની રહેલી એક બાદ એક ઘટનાથી સ્પષ્ટ થાય છે.