ઓવરબ્રીજ બનવાનો હતો સાતરસ્તા થી સુભાષબ્રીજ, બનશે ગુરુદ્વારા થી અંબર.!

દેખાડ્યું કઈક કર્યું કઈક..

ઓવરબ્રીજ બનવાનો હતો સાતરસ્તા થી સુભાષબ્રીજ, બનશે ગુરુદ્વારા થી અંબર.!
FILE IMAGE

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મનપા દ્વારા થોડાવર્ષો પૂર્વે એક ડીપીઆર તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં શહેરના સાત રસ્તા સર્કલ થી માંડીને છેક...સુભાષબ્રીજ સુધીનો ફ્લાય ઓવર બનાવવાનો ડીપીઆર સરકારમાં મુક્યો હતો, અને આ ડીપીઆરને સરકાર દ્વારા વર્ષો પૂર્વેના એક બજેટમાં પણ બતાવીને વાહ..વાહી લુંટવામાં આવી હતી, વધુમાં આ પ્રોજેક્ટની કન્સલ્ટન્સી માટે મનપાએ અડધા કરોડનો ધુમાડો પણ ઉતાવળે કરી નાખ્યો હતો, પણ આજે મનપાએ જાહેર કરેલી એક અખબારી યાદી અને ભૂતકાળમાં લોકોને બતાવવામાં આવેલ લોલીપોપ વચ્ચે ઘણો તફાવત જોવા મળ્યો છે..અને ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો દાવો ખરેખર આ કટકો કરીને હળવો થશે કે કેમ તે સવાલ તો હજુ ઉભો જ છે.

વાત હતી કઈક જુદી અને થયું કાઈક જુદું હવે આવું થવા પાછળ કોઈનું હિત સાચવવા ની વાત હશે કે પછી બીજું કાઈ....?આજે મનપાએ જે યાદી જાહેર કરી તેમાં ખાસ કોઈ મોટી ટ્રાફિક સમસ્યા હળવી થશે તેવું તો દેખાતું નથી...છતાં પણ શાશકો એવું માને છે કે આ ફ્લાયઓવર બનવાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે..ગુરુદ્વારા થી અંબર ચોકડી સુધીના બનનાર  ૯૬૦ મીટરનો ફોરલેન ઓવરબ્રીજની પહોળાઈ ૧૭ મીટર જેટલી હશે, અને ૬૫ કરોડ જેટલા ખર્ચે બે વર્ષ જેટલા સમયગાળામાં આ કામગીરી પૂર્ણ થશે તેવું મનપાનું માનવું છે,વધુમાં મનપામાં થી જે રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે જો સાતરસ્તા સર્કલથી સુભાષબ્રીજ સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ખર્ચો ખુબ મોટો થતો હતો અને તેટલી ગ્રાન્ટ મળે તેમ નહોતી માટે કટકો કરીને કામ ચલાવ્યું છે.