બોર્ડના ઉત્કૃષ્ટ પરિણામોની શ્રુંખલા જાળવી રાખતી બ્રિલિયન્ટ સ્કુલ...

૮ તેજસ્વી તારલાઓએ ૯૯ પ્લસ..

બોર્ડના ઉત્કૃષ્ટ પરિણામોની શ્રુંખલા જાળવી રાખતી બ્રિલિયન્ટ સ્કુલ...

Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જ જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામોમા પણ બ્રિલિયન્ટ સ્કુલે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.ત્યારે આજે જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામોમા પણ બ્રિલિયન્ટ સ્કુલે વધુ સફળતાઓ હાંસલ કરવાના રેકોર્ડમા ઉમેરો કર્યો છે,

શિક્ષણક્ષેત્રે કોઈપણ જાતની બાંધછોડ વિના હમેશા ટેકનોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને અવલ્લ પરિણામો સુધી કઈ રીતે પહોચાડી શકાય તેનું ધ્યાન સતત બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના અશોકભાઈ ભટ્ટ અને ઉષ્મીતાબેન ભટ્ટ આપી રહ્યા છે,અને તેના જ કારણે જયારે પરિણામો જાહેરથાય ત્યારે સૌ કોઈની પ્રથમ નજર જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ પર જ હોય છે, આજે જાહેર થયેલ ધોરણ ૧૦ ના પરિણામોમા ૮ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવતા શાળાના ગૌરવમા વધારો થવા પામ્યો છે,

શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મોટાભાગે મધ્યમવર્ગીય પરિવારના છે,ત્યારે શાળાના સંચાલકો ના માત્ર ફી પણ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મળે તે માટે સતત કાર્યરત રહી અને જરૂરી બાંધછોડ સાથે સ્કોલરશીપ પણ આપતા રહે છે,આજે જાહેર થયેલ પરિણામોમા માકડીયા ઇઝમામ ૯૯.૮૭,વાઘેલા વિનય ૯૯.૮૩,રાઠોડ કિશન ૯૯.૮૩,ખંભૂ આરઝુ ૯૯.૮૧,સુખડીયા આયુષ ૯૯.૫૧,વજાણી હિતાક્ષી ૯૯.૪૮,નીકોલા પાયલ ૯૯.૪૫ અને ધામેચા આયુષી એ ૯૯.૪૨ પીઆર મેળવી અને શાળાનું નામ રોશન કર્યું છે,આ ઉપરાંત ૯૫ થી વધુ પીઆર મેળવનાર બ્રિલિયન્ટ સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪ જયારે ૯૦ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૫૫ છે,આમ વધુ એક વખત બોર્ડના ઉત્કુષ્ટ પરિણામોની શ્રુંખલા જાળવવામા બ્રિલિયન્ટ સ્કુલના અશોકભાઈ ભટ્ટ અને ઉષ્મીતાબેન ભટ્ટની મહેનત રંગ લાવી છે,ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ જણાવે છે.

કે શાળાના શિક્ષકોની આગવી શૈક્ષણિક સુઝબુઝ ને કારણે એકાંતરા લેવામાં આવતી આંતરીક પરીક્ષાઓ વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ અપાવી શકે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.આમ આજે જાહેર થયેલ પરિણામોમાં જામનગરની બ્રિલીયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સના તેજસ્વી તારલાઓએ શાળાની સાથે-સાથે જામનગરના ગૌરવમાં પણ વધારો કર્યો છે.