અંતે બેડેશ્વર નજીક ના ૧૯ દબાણો હટાવવા માટે શરૂ થયું ઓપરેશન..

શહેરમા આવા કેટલા દબાણ?

અંતે બેડેશ્વર નજીક ના ૧૯ દબાણો હટાવવા માટે શરૂ થયું ઓપરેશન..
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર

આમ તો જામનગર શહેરમા ઠેર ઠેર ગેરકાયદે દબાણોનો રાફડો તંત્રની મીઠી નજર હેઠળ છે,અને નિયમોનો તો સરેઆમ ઉલાળિયો થાય છે,તેવામાં હવે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા અમુક છુટાછવાયા દબાણો હટાવવાની શરૂઆત છેલ્લા કેટલાક દિવસોથી થઇ હોય તેમ લાગી રહ્યું છે,

આજે પણ મનપાની એસ્ટેટ શાખા દ્વારા બેડેશ્વર ઓવર બ્રીજ નજીક નદીના પટ્ટમા લાંબા સમયગાળાથી થી થયેલા ૧૯ જેટલા કાચા પાકા મકાનો અને એક ઈંટના ભઠ્ઠાને દુર કરવા માટે આજે સવારથી ઓપરેશન ડીમોલીશન ની શરૂઆત કરવામાં આવી હતી,

ડીમોલીશન શરુ થતા થોડો સમય પૂરતું દબાણકારો અને સ્ટાફ વચ્ચે બોલાચાલી થતા દબાણહટાવની કામગીરી થોડા સમય પુરતી સ્થગિત કરવામાં આવ્યા બાદ ફરીથી બુલડોઝર દ્વારા દબાણ હટાવવાની શરૂઆત કરાઈ છે,

મનાઈ એવું પણ રહ્યું છે કે અંદાજે દોઢ લાખ ફૂટ જગ્યામાં આ ૧૯ દબાણો લાંબા સમયથી થયેલા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.