કોર્પોરેશને બજેટમા જોયેલા અનેક સ્વપ્નો અદ્ધરતાલ

ક્યારે પુરા થશે?

કોર્પોરેશને બજેટમા જોયેલા અનેક સ્વપ્નો અદ્ધરતાલ
બજેટ રજુ થયા સમયની તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામ્યુકોએ રાબેતા મુજબ વર્ષ ૧૯-૨૦  ના બજેટમા અનેક સ્વપ્ના જોયા છે, ત્યારે નાગરીકોને એ જ સવાલ છે આ સ્વપ્ન ક્યારે પુરા થશે?? પ્રાથમિક કહેવાય તેવી નવા રોડ નવી ગટરો નવી લાઇટો નવી પાણી પાઇપ લાઇન નવા સફાઇ સાધન અને સુવિધા સહિતની રેગ્યુલર બાબતો માટે તો કરોડોની જોગવાઇ થઇ છે પરંતુ આ બજેટમા અનેક સ્વપ્ના જોયા છે, જેમા આધુનિક ટાગોર કલ્ચરલ કોમ્પ્લેક્સ બનાવવુ, નવુ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવુ,  નવુ સ્મશાનગૃહ બનાવ વુ, સી.એન.જી. બસો સીટી પરિવહન માટે મુકવી, રીંગ રોડ અને રોડ વાઇડનીંગ કરવા, સીટીમાં ફોરટ્રેક બનાવવો, ત્રણ સ્વીમીંગ પુલ બનાવવા, તળાવ ડેવલપ કરવા વગેરેનો સમાવેશ થાય છે, એક મુદો એ છે કે દર વર્ષે મોટા નવા કામના સ્વપ્ના પ્રજાને દેખાડવાની કોર્પોરેશનને આદત છે કેમ કે ગત વર્ષના આવા ફ્લાયઓવર સહિતના સ્વપ્ન પુરા થયા નથી, ત્યા વળી કુલ  ૯૦ કરોડ જેટલી રકમનાના બીજા નવા સ્વપ્ના જોયા છે, તે માટે નાણા જોઇશે ને તો સરકારમાંથી તો હજુ પાણી ગટર એક બ્રીજના ફીલ્ટર પ્લાન્ટના જ નાણા આવ્યા છે,બાકી ઘટતા કરોડો ક્યાથી આવશે?

ભલે આ એક અંદાજપત્ર કહેવાય તેમા અંદાજ મુકાય બાદમા કદાચ દરેક કામ અંદાજ મુજબ ન પણ થાય એ વાત સાચી તો પછી પુરતી પ્રાથમિક સુવિધા સમગ્ર ૧૩૨ ચો.કી.મી.શહેરી હદમા પુરતી નથી તો નવા ફણગા શા માટે ફોડાય છે? તેમજ સાત માસ પુરા થઇ ગયા છે ચાર મહિના બાદ તો નવા બજેટના કામમા સૌ પરોવાશે તો હવેના ચાર મહિનામા નવા કામોમાંથી એક પણ થશે? જેમ એકાઉન્ટમા બને છે કે ક્યારેય અંદાજની નજીક પણ કુલ વેરા કે ગ્રાંટની તો આવક થતી નથી અને અંદાજથી નીચે ખર્ચ નથી થતા( દર વખતે વધી જ જાય છે) ત્યારે કહેવાતા " લોકોની સુખાકારી અને સમૃદ્ધી અંગેના કામો" ટાઇટલ હેઠળ  શા માટે રૂપકડા સ્વપ્નાના અંદાજ મુકાય છે થઇ શકે એવુ જ દર્શાવો ને? તેમ પણ સમીક્ષકો પ્રશ્નાર્થ સાથે જણાવે છે.