જામનગર શહેર જિલ્લાની ગંદકી રોગચાળા નિયંત્રણના થાય છે માત્ર દાવાઓ...

ખુદ તંત્રનો એકરાર, તો નાણા ક્યા વાપર્યા?

જામનગર શહેર જિલ્લાની ગંદકી રોગચાળા નિયંત્રણના થાય છે માત્ર દાવાઓ...

Mysamachar.in-જામનગર:

આરોગ્ય પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મેલેરીયા નિયંત્રણ સેનીટેશન સહિતના વિભાગો વરસાદ બાદની ગંદકી સાફ કરવામા પાણીના ખાબોચીયા સુકા કરવામા કોહવાતા કચરા અને એકઠા થયેલા ગારા કીચડ સાફ કરવામા નિષ્ફળ જતા રોગચાળો વધ્યો છે ડામી શકાયો નથી તેમજ તંત્ર જ્યારે રોગ નિયંત્રણના આકડા જાહેર કરે છે, ત્યારે બીજી તરફ જે આકડા જાહેર થયા તેની  નિષ્ફળતાના આકડા આપો-આપ છતા થાય છે,

એક સરકારી યાદી મુજબ જામનગરમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા 476 બંધિયાર પાણીમાં પોરાભક્ષક માછલીઓ મુકાઇ ગુજરાત રાજયમાં અને જામનગર જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરીયાના કેસો જોવા મળી રહયા છે, અને ગુજરાત સરકાર દ્વારા 2022 સુધીમાં મેલેરીયા મુકત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાને સાકાર કરવા વર્ષ 2017 થી સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને જુદી-જુદી પ્રવૃતિઓ તથા અમલીકરણને લીધે જામનગર જિલ્લા ગ્રામ્યમાં 2017 કરતા 2018માં ડેન્ગ્યુનું પ્રમાણ 34 ટકા ઘટાડો અને મેલેરીયામા 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે તેના ભાગરૂપે પીપરટોડામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા 42 સ્થળે પોરાભક્ષક માછલી મુકવામાં આવી છે.

આ આકડા જ દર્શાવે છે કે માત્ર ૩૪ કે ૩૫ ટકાજ સફળતા મળી એટલે કે ૬૫ ટકા તો તંત્ર નિષ્ફળ જ રહ્યુ હવે પ્રશ્ર્ન એ છે કે ક્લોરીન ટેબલેટ,બિમારીની ગોળીઓ,પરીક્ષણના સાધનો, માછલીઓ, સફાઇના સાધનો, ઇન્જેક્શનો, અટકાયતી પગલાનુ જંગી સાહિત્ય, વાહનના ધુમાડા, ભથ્થાના ખર્ચ થી માંડી અનેક રુપિયા વપરાયા તેનો ફાયદો કેટલો થયો? દરેક દવા ઘેર ઘેર વિતરણ થઇ? પાણી શુદ્ધ કરવાની ટેબલેટ દવા દરેક જગ્યાએ ઉપયોગમા લેવાઇ? ઘેર ઘેર જ્યા જરૂર છે અને હતી ત્યા નમુના લેવાયા....કે ઇન્જેક્શન અપાયા કે સાહિત્ય વિતરણ થયા? કે આવા તો અનેક માત્ર ખર્ચ મા દર્શાવાયા?

-રોગચાળા નિયંત્રણના પોકળ દાવાઓ
આ તમામ બાબતે સંપુર્ણ ખર્ચ અને તેની સાર્થકતાની વિગત મુદાવાર લગત તમામ તંત્રોએ જાહેર કરવી જોઇએ કેમકે ગત વર્ષ કરતા રોગચાળો તો વધ્યો છે, અને માણસો તેમજ પશુઓ બંનેમા રોગચાળો આટો લઇ ગયો છે, તો જંગી ખર્ચથી કંઇ ફાયદો થયો? કેમકે રોગચાળા ઉપર આટલુ નિયંત્રણ તો લોકોની જાગૃતતાના કારણે છે, તંત્રોની કોઇ ખાસ જહેમત નથી તેમ લોકોમા ચર્ચાય છે.