આમાં ક્યાંથી ભણે ગુજરાત,૧૯૨ વિદ્યાર્થીઓ સામે માત્ર ૨ જ શિક્ષક..!

લાલપુરના નાંદુરી ગામ ની વાત..

આમાં ક્યાંથી ભણે ગુજરાત,૧૯૨ વિદ્યાર્થીઓ સામે માત્ર ૨ જ શિક્ષક..!

mysamachar.in-જામનગર:

સરકાર ભલે શિક્ષણ નું સ્તર ઊંચું લાવવા ના લાખ પ્રયાસો કરે પણ સરકારી શાળાઓમાં જ્યાં સુધી ખૂટતી પ્રાથમિક સુવિધાઓ રહેશે ત્યાં સુધી આ શિક્ષણ ને ઊંચું લાવી શકાશે નહિ..જામનગર જિલ્લામાં કેટલીય સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા દસથી અંદરની ભલે હોય પણ રાજકીય ભલામણો ને કારણે તેવી શાળાઓમાં શિક્ષકોની સંખ્યા પાંચ જેટલી છે,ત્યારે ખરેખર જે જગ્યાએ શિક્ષકોની જરૂરિયાત છે ત્યાં શિક્ષકો ફાળવવામા જ નથી આવતા...

આવું જ કઈક લાલપુર તાલુકાની નાંદુરી ગામની પ્રાથમિક શાળામા પણ છે,આ તાલુકા શાળામાં ૧૯૨ વિધાર્થીઓની સંખ્યા સામે માત્ર ૨ શિક્ષકો જ શિક્ષણ વિભાગ દ્વારા મુકવામાં આવ્યા છે જેની સીધી જ અસરો બાળકોના ભવિષ્ય પર થઇ રહી છે,ત્યારે અવારનવારની રજુઆતો છતાં પણ શિક્ષણવિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં ના આવતા હવે ગ્રામજનો એ તંત્ર સામે બાંયો ચઢાવી છે,

આજે ગ્રામજનો એ ગામ બંધ પાડી અને જ્યાં સુધી શિક્ષકોની સંખ્યા પુરતી કરવામાં ના આવે ત્યાં સુધી શાળા બંધ રાખવાની ચીમકી ગ્રામજનો એ ઉચ્ચારી છે.

બે નહિ ચાર શિક્ષકો છે:જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી:ડી.બી.પટેલ 
નાંદુરી ગામની પ્રાથમિક શાળા મા શિક્ષકોની ઘટ ને લઈને ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અંગે જયારે mysamachar.in દ્વારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ કહ્યું કે બે શિક્ષકો જ આ શાળામાં છે તે વાત ખોટી છે,આ શાળામાં કુલ ચાર શિક્ષકો ફરજ બજાવે છે,અને વધુ બે શિક્ષકો મુકવા માટેની કાર્યવાહી હાલ ચાલી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.