જામનગર:મહિલાને રીક્ષામાં મુસાફરી પડી ભારે..

કઈ રીતે.?

જામનગર:મહિલાને રીક્ષામાં મુસાફરી પડી ભારે..
demo pic

Mysamachar.in-જામનગર:

આપણે ત્યાં રીક્ષામાં મુસાફરી કરવી અને તેમાંય મહિલાઓંએ મુસાફરી કરવી અમુક વખતે ભારે પાડી તે દેવું હોય છે.એવું નથી હોતું કે દરેક રીક્ષાચાલકો સરખા જ હોય...એક કિસ્સો આવા જ રિક્ષાચાલકનો જામનગરમાં નોંધાયો છે,રંજનબેન હેમતભાઈ લખીયર નામના દડીયા ગામે વસવાટ કરતા મહિલાએ એકરીક્ષામાં મુસાફરી કરવા માટે બેઠા હતા,દરમિયાન તેવોંની સાથે ૨૦ હજારની કિમતના ત્રણ સોનાની વીંટીઓ અને પાંચ હજારની કીમતનો એક મોબાઈલ પણ સાથે હતા,જયારે રંજનબેન શંકરટેકરી નવી નીશાળ પાસે પોતાના જાણીતા નું ઘર ખુલ્લું છે કેમ તે માટે ગયા અને રિક્ષાચાલક ને ખબર હોય કે ના હોય દાગીના રીક્ષામાં જ પડ્યા રહેતા તે લઈને છુ થઇ જતા તેવોએ અજાણ્યા રીક્ષાચાલક સામે ગુન્હો નોંધાવ્યો પણ તેવોને રીક્ષામાં મુસાફરી કરવી હાલ તો ૨૫૦૦૦ મા પડી છે.