એકતરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીનું પરાક્રમ, યુવતીની તૂટી ગઈ સગાઇ 

સાયબર ક્રાઈમ પાસે યુવકની કબુલાત

એકતરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીનું પરાક્રમ, યુવતીની તૂટી ગઈ સગાઇ 

Mysamachar.in-અમદાવાદ:

એકતરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીની હરકતના કારણે એક યુવતીની સગાઇ તૂટી જતા તે પડી ભાંગી છે, વાત છે અમદાવાદની જ્યાં...નારણપુરા નજીક આવેલા ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવીને યુવતી અને તેના મંગેતરને બીભત્સ મેસેજ કર્યા હતા. જેના કારણે યુવતીની સગાઈ તૂટી જતાં સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી હતી,

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી ૨૨ વર્ષીય યુવતીની થોડા સમય પહેલાં એક યુવક સાથે સગાઈ થઈ હતી. લગ્નની તારીખો સહિતની તૈયારીઓ પણ પરિવાર દ્વારા શરૂ કરાઈ હતી, દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડીથી યુવતીને અને તેના મંગેતરને પણ આરોપીએ મેસેજ કર્યા હતા. આ મેસેજને પગલે યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. બનાવને પગલે સાઈબર ક્રાઈમબ્રાંચમાં યુવતીએ ફેક આઈડીથી મેસેજ કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સને આધારે એન્જીનીયરીંગમા અભ્યાસ કરતા અને અમદાવાદમા જ રહેતા અર્પિત નામના ૨૦ વર્ષીય યુવકની ધરપકડ કરી છે, અર્પીતે ઝડપાયા બાદ કબૂલાત કરી છે કે તેને યુવતી સાથે સામાન્ય ઓળખાણ થયા બાદ યુવતીને પ્રેમ કરવા લાગ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે યુવતીની સગાઈ થઈ ગઈ છે, ત્યારે તેણે સગાઈ તોડવા માટે આ રીતે ફેક આઈડી બનાવ્યું હોવાની પણ પોલીસને કબુલાત આપી છે.