મહાનગરપાલિકાના કૃપાપાત્ર ટ્રાવેલ્સના વાહનો ખાનગી પાસીંગના....!

હવે પગલા લ્યો...

મહાનગરપાલિકાના કૃપાપાત્ર ટ્રાવેલ્સના વાહનો ખાનગી પાસીંગના....!

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશનના કૃપાપાત્ર અને પ્રિતિપાત્ર ખાસ પસંદગી કળશ જેના ઉપર ઢોળાયો છે તે ટ્રાવેલ્સના વાહનો તો ખાનગી પાસીંગના છે, તેવી સ્ફોટક માહિતિ એક જાગૃત નાગરીકને મળી છે, કોઇ સ્થાનીક સતામંડળ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે બોર્ડ નિગમ જે વાહનો ભાડે રાખે તો દેખીતુ છે કે તે ટ્રાવેલ્સ રજીસ્ટર્ડ જ હોવુ જોઇએ જેથી તેના વાહનો પણ ટુર પરમીટ અને ટેક્સી પાસીંગ વગેરે પ્રકારના હોય વળી તમામ વાહનોની પરમીટ  વિમા વગેરે નિયમિત હોવા જ જોઇએ,

પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશન જે ટ્રાવેલ્સને અઢળક નાણા ચુકવે છે તે સાંઇનાથ ગાડીવાળા  ના( એક ભાગીદાર કોર્પોરેશન ના કર્મચારી હોવાનુ ચર્ચાય છે માટે) કાગળો કાયદેસર તમામ પ્રોસીજર જે આર.ટી.ઓ. માન્ય હોય તે પ્રકારના નથી, વળી ખાનગી પાસીંગ હોય  અકસ્માત કે વીમા ક્લેઇમ વગેરે બાબતે કોની અને શુ-શુ જવાબદારી રહેશે તે તો નક્કી જ નથી થતુ તો આવી રીતે નિયમ ભંગ કરી શા માટે વાહનોને કોર્પોરેશન પોતે  ભાડે રાખવાના આગ્રહ રાખે છે, 

તેમજ આ સિવાય લોગબુક તો રાખવા પુરતી રાખી હોય અને ભાડા તો જાણે દલા તરવાડી જેવા ઘાટ ઘડે તેવા છે તેવી અનેક બાબતો જાણકારોમા મુદાસર અને આધાર સહ ચર્ચાય છે અને આ ચર્ચા ને તેમજ સમગ્ર પ્રક્રિયા ઉપર શંકા કરવાને સમર્થન એટલે મળે છે કે આ સાઇનાથ ની સંપુર્ણ માહિતિઓ અરજદારથી છુપાવી અધુરી આપવામાં આવી છે, પ્રજાના નાણા ના ટ્રસ્ટી એવા  કોર્પોરેશનના  પદાધીકારીઓ અને કમિશનર આ ટ્રાવેલ્સને થઇ રહેલી લ્હાણીઓ અટકાવી શકશે કે ટ્રાવેલ્સ ભાગીદાર દરેકને "સાચવી" લેશે તે પણ ગંભીર ચર્ચાનો વિષય છે.