લ્યો બોલો...વધુ એક વખત પાણી કાપ...

જુઓ ક્યાં ક્યારે નહિ થાય વિતરણ 

લ્યો બોલો...વધુ એક વખત  પાણી કાપ...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા ગરમીને કારણે ભારે ઉકળાટ ભરી સ્થિતિ છે,લોકો વરસાદની આતુરતા થી રાહ જોઈને બેઠા છે,અને પાણીના સાંસા છે,ત્યાં જ વધુ એક વખત જામનગરવાસીઓ ને માથે પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે,માળીયાથી આવતી નર્મદા પાઈપલાઈન,N.C  ૭ સનાળા નજીકની લાઈનમાં ભંગાણ થતા રીપેરીંગની કામગીરી ચાલુ હોય અંદાજે ત્રણ થી ચાર દિવસ જેટલો સમય આ કામગીરી પૂર્ણ થતા લાગે તેમ હોય દર્શાવેલા વિસ્તારોમાં પાણીકાપ અંગેની વધુ એક પ્રેસનોટ મનપાએ જાહેર કરી અને હાથ ઉંચા કરી લીધા છે.