આ છે એસ.ટી.અમારી, રોડ નીચે પણ ઉતરી જાય...

રત્નકલાકારો આવતા હતા આ બસમા

આ છે એસ.ટી.અમારી, રોડ નીચે પણ ઉતરી જાય...

Mysamachar.in-અમરેલી

આમ તો રાજ્યમાં એસ.ટી.બસોના અકસ્માતો થવા એ નવી વાત નથી, અને અનેક વખત ગંભીર અકસ્માતો સલામત સવારીના દાવા વચ્ચે થઇ ચુક્યા છે, હાલમાં હાલ લોકડાઉનને કારણે સુરતમાં અનેક રત્નકલાકારો ફસાયા છે, ત્યારે સરકાર દ્વારા લોકોને પોતાના વતન પરત ફરવાની છૂટ આપવામાં આવી છે. જેને પગલે અનેક લોકો એસ.ટી. બસ દ્વારા સૌરાષ્ટ્ર પરત ફરી રહ્યા છે. દરમિયાન આજે સુરતથી અમરેલી જઈ રેલી એસ.ટી. બસને ધંધૂકા પાસે અકસ્માત નડ્યો છે. મળતી વિગતો પ્રમાણે ધંધુકા તાલુકાના ફેદરા ગામ પાસે એસટી બસનો અકસ્માત થયો છે. સુરતથી અમરેલી જતી એસ. ટી. બસ ખાઇમાં ઉતરી જતાં અકસ્માત થયો હતો. જેમાં દસ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી છે.