હાલારમા વધુ એક ખેડૂતનો આપઘાત....લાલપુરના વાવડી ગામનો છે બનાવ...

થોડાદિવસો પૂર્વે બેહ ગામે ખેડૂત એ કર્યો હતો આપઘાત

હાલારમા વધુ એક ખેડૂતનો આપઘાત....લાલપુરના વાવડી ગામનો છે બનાવ...

mysamachar.in-

આ વર્ષ ચોમાસાની ઋતુમાં અપૂરતા અને અનિયમિત વરસાદ ને કારણે જગતના તાત ને ભારે વિમાસણમા મુકાવવાનો વારો આવ્યો છે,એવામાં આર્થિક ભીંસમાં સપડાયેલા ખેડૂતો હવે મોતને મીઠું કરી રહ્યા નો હાલારમાં બીજો કિસ્સો સામે આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે,

થોડા દિવસો પૂર્વે દેવભૂમિદ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામે પણ ખેડૂત પાક નિષ્ફળ જવાની ભીતી એ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી,ત્યાં જ વધુ એક ખેડૂત એ પોતાના ખેતરમાં વાવેતર કરેલ કપાસનો પાક નિષ્ફળ જતા લાલપુર તાલુકાના વાવડી ગામે ગતરાત્રીના રાણાભાઈ ગાગીયા નામના ખેડૂત એ જેટકોની લાઈનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું પોલીસ ચોપડે નોંધાયું છે,

એક તરફ અપૂરતો વરસાદ અને એવામાં ૧૦ થી ૧૨ વીઘા ખેતર ધરાવતા ખેતરમાં પાક નિષ્ફળ જતા આર્થિક સંકડામણ ભોગવી રહેલા ખેડૂતએ આ પગલું ભર્યાનું માનવામાં આવી રહ્યું છે,ખેડૂતના આપઘાતના આ મામલે લાલપુર પીએસઆઈ રાણા અને સ્ટાફના ખોડુભા સહિતનાઓ એ  વધુ તપાસ હાથ ધરી છે.