સરપંચવતી ૨૦,૦૦૦  લાંચ લેતા એક ઝડપાયો...

શા માટે માંગી હતી લાંચ.જાણો?

સરપંચવતી ૨૦,૦૦૦  લાંચ લેતા એક ઝડપાયો...

Mysamachar.in-મોરબી:

ગઈકાલે જ એસીબીએ નવસારીમા કલાસવન કેડરના સિવિલ સર્જનને દારૂની પરમીટ રીન્યુ કરવા માટે લાંચ લેતા ઝડપી પાડ્યાને ગણતરીની કલાકો પણ નથી ત્યાં જ વધુ એક સરપંચ વતી લાંચ લેતા એક શખ્સને એસીબીએ ઝડપી પાડ્યા છે,આ કેસમાં ફરીયાદી લગધીરપુર ગામની સરકારી પડતર જમીનમા બોર કરી તેમાથી પાણી કાઢી ગામની આજુબાજુની સીરામીકની ફેકટરીઓમા પીવાનુ પાણી પોતાના ટેંકરો દ્વારા વિતરણ કરતા હોય જગદીશભાઈ જાદવ જે પોતે લગધીરપુર ગ્રામ પંચાયત મોરબીના સરપંચ હોય ગામના પાણીનો બોર ઉપયોગ કરવા માટે રૂ.30,000/- ની  લાંચની માંગણી  કરી આ પૂર્વે આ કેસના ફરિયાદી પાસેથી 07/07/2019 ના રુ.10,000/- લઈ લીધેલ બાકીના રુ.20,000/-આજરોજ  આપી જવાનો વાયદો કરેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય મોરબી એ.સી.બી.મા કરેલ ફરિયાદ આધારે ગોઠવેલ છટકા દરમ્યાન સરપંચવતી પોકરલાલ વેણીરામ ગુર્જર નામના શખ્સે લાંચની રકમ સ્વીકારી એકબીજાને મદદગારી કરી પોકરલાલ વેણીરામ ગુર્જર પકડાઈ ગયો હતો જયારે સરપંચ  નાસી  છૂટ્યાનું એસીબીએ જાહેર કર્યું છે,